ભાગાતળાવ ગુમ્બજવાળી મસ્જિદ મામલો : વકફ બોર્ડે કર્મચારીઓને યથાવત રાખવા ટ્રસ્ટીઓને કરી તાકીદ

ભાગાતળાવ ગુમ્બજવાળી મસ્જિદ મામલો : વકફ બોર્ડે કર્મચારીઓને યથાવત રાખવા ટ્રસ્ટીઓને કરી તાકીદ
છેલ્લા ૧૫ વર્ષથી પગાર વિના સેવા આપતા અને જરૂર પડે ત્યારે પોતાના ખિસ્સામાંથી મદ્રેસાને સહાય કરતા ટ્રસ્ટી ઈમામને પરત બોલાવવાનો હુકમ કર્યો
વકફ ઇસ્લામમાં એક ધાર્મિક વ્યવસ્થા છે, જેમાં કોઈ મુસ્લિમ વ્યક્તિ પોતાની મિલકત (જેમ કે જમીન, મકાન, દુકાન, પૈસા વગેરે) અલ્હાના નામે અને સમાજના કલ્યાણ માટે સમર્પિત કરે છે. એકવાર વકફ કરાઈ ગયા પછી, તે મિલકત વેચી કે વારસામાં આપી શકાતી નથી પણ સુરત શહેર તેમજ જિલ્લામાં કેટલાક ટ્રસ્ટીઓ પોતાના પાવરનો દુરુપયોગ કરી વકફની મિલકતોમાં પણ છેતરપિંડી આચરાઈ હોવાના બનાવો પ્રકાશમાં આવ્યા છે.
સુરત શહેરના ભાગાતળાવ વિસ્તારમાં આવેલ ગુમ્બજવાળી મસ્જિદના ટ્રસ્ટીઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણય સામે વકફ બોર્ડે તાકીદ કરતો પત્ર ટ્રસ્ટીઓને પાઠવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. મસ્જીદમાં હાલ હાલ ૪૦૦ થી વધુ બાળકો ઇસ્લામી તાલીમ મેળવી રહ્યા છે.અગાઉ ટ્રસ્ટીઓએ પોતાના પાવરનો ઉપયોગ કરી મસ્જીદના ઇમામ જેઓ બાળકોને તાલીમ આપવામાં મુખ્ય ભૂમિકા ભજવતા હતા અને મદ્રેસામાં જરૂર પડે તો પોતાના ખિસ્સામાંથી આર્થિક રીતે મદદરૂપ થતા હતા.આવા માણસ સાથે દૂર વ્યવહાર થતા અંદરો અંદર વિવાદ સર્જાયો હતો. આ સમગ્ર બનાવની હકીકત થી વકફ બોર્ડને માહિતગાર પણ કર્યા હતા જેના પગલે વકફ બોર્ડે હાલના સક્રિય ટ્રસ્ટીઓને પત્રના માધ્યમથી સમગ્ર મામલે રસ્તો કાઢવા અને ઈમામને પરત બોલાવવા ટ્રસ્ટીઓ ને તાકીદ કરી છે. ભાગાતળાવ ગુમ્બજવાળી મસ્જિદના ટ્રસ્ટીઓના નિર્ણયો સામે બંડ પોકારનાર એક ટ્રસ્ટીને હાલના એક સક્રિય ટ્રસ્ટીના પુત્ર દ્વારા ધમકીઓ અને દાદાગીરી કરી હોવાની વાત સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. વધુમાં પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુરત શહેરના ભાગા તળાવ વિસ્તારમાં આવેલી ગુમ્બજવાળી મસ્જિદના ટ્રસ્ટીઓમા જે ટ્રસ્ટીઓ હાલ તરીકે છે તેમાંથી એક ટ્રસ્ટીનો પુત્ર વિરુદ્ધ સુરત ગ્રામ્ય એલસીબી પોલીસમા ગુનો પણ નોંધાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.



