ક્રાઇમ
નાસતા-ફરતા આરોપી કપિલ સંદીપ વસાવાને કોર્ટ સમક્ષ હાજર થવા ફરમાન

નાસતા-ફરતા આરોપી કપિલ સંદીપ વસાવાને કોર્ટ સમક્ષ હાજર થવા ફરમાન
સુરત શહેરની ૧૭૯, ઈન્દિરાનગર, આંબેડકર ચોક પાંડેસરા, સુરત (મૂળ: ડાંડિયા બજાર, ઘીકોડિયા ભોલેનાથ મંદિરની પાસે(ભરૂચ) ખાતે રહેતા કપિલ સંદીપ વસાવાની વિરૂધ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં સજાપાત્ર ગુનો નોંધાયો છે. તેનું ધરપકડ વોરંટ ઈસ્યુ થયું છે, પણ વોરંટની બજવણી અટકાવવા અને ધરપકડ ટાળવા નાસતા-ફરતા આરોપી કપિલ સંદીપ વસાવાને સુરતના ૫મા અધિક સેશન અને ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા એક જાહેરનામા દ્વારા રૂમ નં.૨૧૨, નવી કોર્ટ બિલ્ડિંગ, જિલ્લા કોર્ટ, અઠવાલાઈન્સ, સુરત સમક્ષ હાજર થવા ફરમાન કરવામાં આવ્યું તેમ પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વાારા જણાવાયું છે.