ગુજરાત
સિધ્ધપુર તાલુકામાં ૨૬ નવેમ્બરના કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાન બદલ સર્વે કરી વળતર ચૂકવવા કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતની ભલામણ

સિધ્ધપુર તાલુકામાં ૨૬ નવેમ્બરના કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાન બદલ સર્વે કરી વળતર ચૂકવવા કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતની ભલામણ
ગત નવેમ્બર મહિનાની ૨૬ તારીખે ગુજરાત સહ અન્ય વિસ્તારોમાં થયેલ વાવાઝોડા સાથેના કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થવા પામેલ છે સિદ્ધપુર તાલુકા કિસાન સંઘના પ્રમુખ પ્રહલાદભાઈ પટેલ તેમજ ખેડૂત આગેવાનોએ વરસાદથી સિદ્ધપુર તાલુકાના ખેડૂતોને એરંડા સહ વિવિધ પાકોમાં નુકસાન બદલ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતને રજૂઆત કરતાં કેબિનેટ મંત્રી રાજપૂતે આ બાબતને ગંભીર ગણી રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખી વાવાઝોડા સાથે કમોસમી વરસાદથી સિદ્ધપુર તાલુકાના ખેડૂતોને ભારે નુકસાન થયેલ હોઈ આ બાબતે સર્વે કરાવી થયેલ નુકસાનનુ ખેડૂતોને વળતર ચૂકવવા ભલામણ કરેલ છે.