સેમસંગ દ્વારા ધ બિક બીસ્પોક એઆઈ ફેસ્ટ સાથે આઝાદી દિવસની ઉજવણીઃ

સેમસંગ દ્વારા ધ બિક બીસ્પોક એઆઈ ફેસ્ટ સાથે આઝાદી દિવસની ઉજવણી
ભારતીય ઘરો માટે વધુ સ્માર્ટ અને કનેક્ટેડ જીવન ઉજાગર કરે છે
બીસ્પોક એઆઈ હોમ એપ્લાયન્સ રેન્જ સાથે સ્માર્ટ જીવન અપનાવો, જેમાં રેફ્રિજરેટર વોશિંગ મશીન, એર કંડિશનર્સ અને માઈક્રોવેવ્ઝનો સમાવેશ થાય છે.
ગ્રાહકો ચુનંદાં બીસ્પોક એઆઈ ડિજિટલ એપ્લાયન્સીસ પર રૂ. 50,000 સુધી કેશબેક, ઝીરો ડાઉન પેમેન્ટ અને વિશેષ 1 ઈએમઆઈ ઓફફ ઓફર પણ માણી શકે છે, જે તેને સ્માર્ટ, કનેક્ટેડ જીવન અપનાવવાનું વધી આસાન બનાવે છે.
આ મર્યાદિત ઓફરો 1લી ઓગસ્ટથી 17 ઓગસ્ટ, 2025 સુધી માન્ય રહેશે અને Samsung.com, ભારતભરમાં અગ્રણી ઓનલાઈન મંચો અને ચુનંદા રિટેઈલ સ્ટોર્સમાં મળશે.
ગુરુગ્રામ, 31st July, 2025: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ધ બિગ બીસ્પોક એઆઈ ફેસ્ટ સાથે આઝાદી દિવસ ઊજવવામાં આવી રહ્યો છે, જેમાં ગ્રાહકોને નવીનતમ એઆઈ- પાવર્ડ ડિજિટલ એપ્લાયન્સીસ સાથે તેમનાં ઘરોને અપગ્રેડ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. 1લી ઓગસ્ટથી 17મી ઓગસ્ટ, 2025 સુધી ચાલનાર આ મર્યાદિત સમયની ઝુંબેશ સેમસંગની બીસ્પોક એઆઈ રેન્જ પર ખાસ લાભો આપે છે, જેમાં રેફ્રિજરેટરો, વોશિંગ મશીનો, એર કંડિશનરો અને માઈક્રોવેવ્ઝનો સમાવેશ થાય છે. જીવન આસાન અને દીર્ઘ ટકાઉ બનાવવા માટે આ ઈનોવેશન્સ સમકાલીન ડિઝાઈન સાથે કનેક્ટેડ ઈન્ટેલિજન્સને જોડે છે, જે હવે કિફાયતીપણું અને લાભો થકી વધુ પહોંચક્ષમ બનાવાયું છે.
બિગ બીસ્પોક એઆઈ ફેસ્ટ દરમિયાન ગ્રાહકો મોટા ભારતીય પરિવારો માટે નિર્મિત નવા લોન્ચ કરાયેલા ફુલ્લી ઓટોમેટિક વોશર- ડ્રાયર 25 કિગ્રા બીસ્પોક એઆઈ લોન્ડ્રી કોમ્બો નવેસરથી લોન્ચ કરવા પર રૂ. 50,000 સુધી કેશબેક માણી શકે છે. સેમસંગ તેના ફ્લેગશિપ ફ્રેન્ચ ડોઅર રેફ્રિજરેટર વિથ ફેમિલી હબ પર રૂ. 20,000 સુધી કેશબેક પણ ઓફર કરે છે, જે પર્સનલાઈઝ્ડ ફૂડ મેનેજમેન્ટ, એન્ટરટેઈનમેન્ટ અને કનેક્ટિવિટીને કિચનના હાર્દમાં લાવે છે. બીસ્પોક એઆઈ એપ્લાયન્સીસની વ્યાપક શ્રેણી સાઈડ-બાય- સાઈડ રેફ્રિજરેટર પર રૂ. 20,000 સુધી, ફ્રન્ટ લોડ વોશિંગ મશીન્સ પર રૂ. 10,000 સુધી, ટોપ લોડ મોડેલ્સ પર રૂ. 4500 સુધી અને ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટર્સ પર રૂ. 7000 સુધી સહિત આકર્ષક બચત સાથે પણ આવે છે.
અપગ્રેડને વધુ આસાન બનાવવા માટે ગ્રાહકો ઝીરો ડાઉન પેમેન્ટ સાથે સરળ ફાઈનાન્સ વિકલ્પો મેળવી શકે છે અને સેમસંગની 20/5 ફાઈનાન્સ યોજના હેઠળ ચુનંદાં રેફ્રિજરેટરો અને વોશિંગ મશીન્સ પર વિશેષ 1 ઈએમઆઈ ઓફફ લાભ પણ ઉપલબ્ધ કરી શકે છે. યોજના ખરીદદારોને નો- કોસ્ટ ઈએમઆઈ સાથે 20 મહિનામાં ચુકવણી કરવાની અનુકૂળતા આપે છે, જ્યારે સેમસંગ પ્રથમ ઈએમઆઈ આવરી લે છે, જેથી અપગ્રેડ આસાન અને વધુ કિફાયતી બની જાય છે.
આમાં વધુ મૂલ્ય ઉમેરતાં સેમસંગ તેનાં ડિજિટલ એપ્લાયન્સીસ પર ઉદ્યોગ અવ્વલ વોરન્ટીઓ ઓફર કરે છે. આમાં રેફ્રિજરેટર્સમાં ડિજિટલ ઈન્વર્ટર કોમ્પ્રેશર અને વોશિંગ મશીન્સમાં ડિજિટલ ઈન્વર્ટર મોટર પર 20 વર્ષની વોરન્ટી અને માઈક્રોવેવ્ઝમાં સેરામક ઈનેમલ કેવટી પર 10 વર્ષની વોરન્ટી અને ચુનંદાં એર કંડિશનર્સ પર 5 વર્ષની વ્યાપક વોરન્ટીનો સમાવેશ થાય છે. ઉપરાંત સેમસંગ 5 સ્ટાર રેટેડ બીસ્પોક એઆઈ વિંડફ્રી એસી પર ફ્રી પ્રોફેશનલ ઈન્સ્ટોલેશન ઓફર કરી રહી છે, જે પરિવારોને કમ્ફર્ટ અને ઊર્જા બચત પર ઉત્તમ શરૂઆત આપશે.
આ આઝાદી દિવસની ઓફરો Samsung.com, ભારતભરમાં અગ્રણી ઓનલાઈન મંચો અને ચુનંદાં સેમસંગ રિટેઈલ આઉટલેટ્સમાં ઉપલબ્ધ છે. આ ઝુંબેશ ભારતીય જીવનશૈલી માટે અપનાવવાની કનેક્ટેડ, જ્ઞાનાકાર અને ટકાઉ ટેકનોલોજી પ્રદાન કરવાની સેમસંગની કટિબદ્ધતા પ્રદર્શિત કરે છે, જે આ આઝાદી દિવસને વધુ સ્માર્ટ હોમ તરીકે અપગ્રેડ કરવાનો ઉત્તમ સમય બનાવે છે.