સિધ્ધપુરમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતની ઉપસ્થિતિમાં સુશાસન દિવસની ઉજવણી

સિધ્ધપુરમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતની ઉપસ્થિતિમાં સુશાસન દિવસની ઉજવણી
પ્રખર રાજનેતા,ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓના પ્રેરણા સ્તોત્ર અને પથદર્શક, ભારત રત્ન, પૂર્વ પ્રધાનમંત્રી પરમ આદરણીય શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીના વડાપ્રધાન તરીકેના સારા શાસનની યાદમાં તેમના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે આજે સિધ્ધપુરમાં ૨૫ મી ડિસેમ્બરે તેમના જન્મદિવસે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પક્ષના મધ્યસ્થ કાર્યાલય ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે , ભાજપના સ્થાપના સ્થાપના કાળથી તેને મજબૂત કરવામાં વાજપાઈજીનો મોટો ફાળો રહ્યો છે તે ઉપરાંત તેમનો વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ વિકાસલક્ષી યાદગાર રહ્યો છે
આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જસુભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ જયેશભાઈ પંડ્યા, તાલુકા ભાજપ પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર, મહામંત્રી શ્રી દશરથભાઇ પટેલ , નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, શંભુભાઈ દેસાઇ, શ્રી દિલીપસિંહ ઠાકોર, સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના સભ્યો, તાલુકા ડેલીગેટસહ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા