આરોગ્ય
પી પી સવાણી સ્કુલ ( ગુ મા) અંકલેશ્વર ખાતે વિશ્વ યોગ દિન ની ઉજવણી
પી પી સવાણી સ્કુલ ( ગુ મા) અંકલેશ્વર ખાતે વિશ્વ યોગ દિન ની ઉજવણી
તારીખ:21/06/ 24 ને શુક્રવારના રોજ વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી યોગ દિનની શરૂઆત શાળાની વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી. ધોરણ 8 ની વિદ્યાર્થીની સિંધા ધ્રુવી એ યોગનું મહત્વ સમજાવ્યું. ધોરણ સાત થી 11 ના વિદ્યાર્થીઓ ને યોગા ડાન્સ અને સૂર્ય નમસ્કાર કરાવવામાં આવ્યા. શાળાના પી ઈ ના શિક્ષક પ્રતિન સરના માર્ગદર્શન હેઠળ ભુજંગાસન, પદ્માસન, તાડાસન, વૃક્ષાસન, પાદ હસતાસન ભદ્રાસન, વક્રાસન ઉત્તાન પાદાસન સવાસન વગેરે આસન કરાવાયા. યોગ દિન ની ઉજવણી માં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓએ હર્ષભેર ભાગ લીધો. કાર્યક્રમનું સંચાલન પ્રાચી મોદી દ્વારા કરવામાં આવ્યું.
સમગ્ર કાર્યક્રમનો આયોજન અને વ્યવસ્થા શાળાના ઇન્ચાર્જ આચાર્યશ્રી વીણા મેમ ખેરના માર્ગદર્શન હેઠળ ધારાબેન કોસમિયા અને જયશ્રીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું.