સાવન કૃપાલ રૂહાની મિશન દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે વસ્ત્ર વિતરણ અભિયાન
સાવન કૃપાલ રૂહાની મિશન દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે વસ્ત્ર વિતરણ અભિયાન
જરૂરિયાતમંદ લોકોને નવા કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા, સુરતના સ્લમ વિસ્તારમાં પુરુષો, મહિલાઓ અને બાળકો માટે નવા કપડા નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા દર વર્ષે મિશન દ્વારા કરવામાં આવે છે. ૪૦૦+ નવા કપડાં નું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા સંત રાજીન્દર સિંહજી મહારાજ ના દયા મહેર થી કરવામાં આવી.
સંત રાજીન્દર સિંહજી મહારાજ આજે વિશ્વભરમાં અનેક યાત્રા કરીને લાખો લોકોને ધ્યાન અભ્યાસની વિધિ શીખવી રહ્યા છે. જેનાથી આપણે પોતાના મનુષ્ય જીવનનો ધ્યેય પોતાની જાતને ઓળખવી અને પરમાત્મામાં લીન થવાનું છે તેને આ જ જન્મમાં પૂરું કરી શકીએ છીએ.
સાવન કૃપાલ રૂહાની મિશનના અધ્યક્ષ સંત રાજીન્દર સિંહજી મહારાજ આજે સંપૂર્ણ વિશ્વમાં ધ્યાન અભ્યાસ દ્વારા પ્રેમ, એકતા અને શાંતિનો સંદેશ પ્રસારિત કરી રહ્યા છે. જેના ફળ સ્વરૂપે તેમને વિભિન્ન દેશો દ્વારા અનેક શાંતિ પુરસ્કારો તથા સન્માન ની સાથે સાથે પાંચ ડોક્ટરેટની ઉપાધિયો થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
સાવન કૃપાલ રૂહાની મિશન ના સંપૂર્ણ વિશ્વમાં 3200 થી વધુ કેન્દ્ર સ્થાપિત છે તથા મિશનનું સાહિત્ય વિશ્વની 55 થી વધુ ભાષાઓ માં પ્રકાશિત થઈ ચૂક્યું છે. આનું મુખ્યાલય વિજયનગર દિલ્હીમાં છે તથા આંતરરાષ્ટ્રીય મુખ્યાલય નેપરવીલે, અમેરિકામાં આવેલું છે.
સાવન કૃપાલ રૂહાની મિશનની વધુ વિગતો માટે સંપર્ક કરો 9825467110, skrmzn12@gmail.com