શિક્ષા
કેન્દ્રીય વિદ્યાલય-ONGC ખાતે રિજનલ લેવલ અન્ડર ૧૪,૧૭,૧૯ બેડમિન્ટન પ્રતિયોગિતાનો પ્રારંભ
Surat News: સુરત સ્થિત કેન્દ્રીય વિદ્યાલય-ONGC ખાતે આજથી બે દિવસીય રિજનલ લેવલ અન્ડર ૧૪,૧૭,૧૯ બેડમિન્ટન પ્રતિયોગિતાનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. પ્રાચાર્ય રાજેશ કુમારે ખેલાડીઓને રમતનો આનંદ લેવા અને ખેલદિલીની ભાવનાથી રમવાની શીખ આપી હતી. મુખ્ય મહેમાન આર.કે.મિશ્રાએ વિદ્યાર્થીઓને સફળતા માટે શિસ્ત અને સેવાના ગુણો કેળવી સખત પરિશ્રમ કરવા અને લક્ષ્ય સુધી પહોંચવા મક્કમ ગતિ જાળવી રાખવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના સંયોજક વરિષ્ઠ પ્રાથમિક શિક્ષિકા શ્રીમતી દક્ષા ગુપ્તાએ મંચ સંચાલન કર્યું હતુ.