વ્યાપાર

કોટનના વાયદામાં રૂ.130ની તેજીઃ સોનાના વાયદામાં રૂ.642 અને ચાંદીના વાયદામાં રૂ.2704ની નરમાઇ

કોટનના વાયદામાં રૂ.130ની તેજીઃ સોનાના વાયદામાં રૂ.642 અને ચાંદીના વાયદામાં રૂ.2704ની નરમાઇ

 

ક્રૂડ તેલનો વાયદો રૂ.18 લપસ્યોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.34076.3 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.84233.1 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 25885.15 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 31070 પોઇન્ટના સ્તરે

 

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.118315. કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.34076.3 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.84233.1 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 31070 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1730.96 કરોડનું થયું હતું.

 

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 25885.15 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.130799ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.130799 અને નીચામાં રૂ.129454ના મથાળે અથડાઈ, રૂ.130462ના આગલા બંધ સામે રૂ.642 ઘટી રૂ.129820ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.325 ઘટી રૂ.104080ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ ડિસેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.39 ઘટી રૂ.13043ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.507 ઘટી રૂ.127467ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.129283ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.129648 અને નીચામાં રૂ.128642ના મથાળે અથડાઈ, રૂ.129575ના આગલા બંધ સામે રૂ.594 ઘટી રૂ.128981ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

 

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.182621ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.182887 અને નીચામાં રૂ.177289ના મથાળે અથડાઈ, રૂ.182352ના આગલા બંધ સામે રૂ.2704 ઘટી રૂ.179648 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.2625 ઘટી રૂ.180363ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.2717 ઘટી રૂ.180308ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

 

બિનલોહ ધાતુઓમાં રૂ. 3976.11 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું ડિસેમ્બર વાયદો રૂ.4.45 ઘટી રૂ.1072.1ના ભાવે બોલાયો હતો. જસત ડિસેમ્બર વાયદો રૂ.2 ઘટી રૂ.307ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો રૂ.1.5 ઘટી રૂ.276.75ના સ્તરે પહોંચ્યો હતો. સીસું ડિસેમ્બર વાયદો 45 પૈસા ઘટી રૂ.182.45ના સ્તરે પહોંચ્યો હતો.

 

એનર્જી સેગમેન્ટમાં રૂ. 4227.33 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ડિસેમ્બર વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4177ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4289 અને નીચામાં રૂ.4175ના સ્તરને સ્પર્શી, રૂ.32 વધી રૂ.4206 થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો બેરલદીઠ રૂ.5370ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5372 અને નીચામાં રૂ.5331ના મથાળે અથડાઈ, રૂ.5356ના આગલા બંધ સામે રૂ.18 ઘટી રૂ.5338ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર વાયદો રૂ.18 ઘટી રૂ.5338 થયો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો એમએમબીટીયુદીઠ રૂ.1.4 ઘટી રૂ.448.6ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો રૂ.1 ઘટી રૂ.449ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

 

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.892.3ના ભાવે ખૂલી, 80 પૈસા વધી રૂ.904ના સ્તરે પહોંચ્યો હતો. કોટન ડિસેમ્બર વાયદો રૂ.130 વધી રૂ.25150ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલચી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.2692ના ભાવે ખૂલી, રૂ.1 વધી રૂ.2701ના સ્તરે પહોંચ્યો હતો.

 

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 11355.88 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 14529.27 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 3241.46 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 297.07 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 18.44 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 418.60 કરોડનાં કામકાજ થયાં હતાં.

 

ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 14.94 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 370.55 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 3841.84 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 1.33 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.19 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.81 કરોડનાં કામ થયાં હતાં.

 

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 14430 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 64312 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 20319 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 331231 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 31577 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 18630 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 42931 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 121193 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 834 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 16170 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 35980 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ડિસેમ્બર વાયદો 31337 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 31337 પોઇન્ટના સ્તર અને નીચામાં 30932 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 274 પોઇન્ટ ઘટી 31070 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.5400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.14.9 ઘટી રૂ.91.4ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.450ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.05 ઘટી રૂ.24.7ના ભાવે બોલાયો હતો.

 

સોનું ડિસેમ્બર રૂ.136000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.154 ઘટી રૂ.861ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી ડિસેમ્બર રૂ.185000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1506.5 ઘટી રૂ.5018.5 થયો હતો. તાંબું ડિસેમ્બર રૂ.1080ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.35 ઘટી રૂ.21.84ના ભાવે બોલાયો હતો. જસત ડિસેમ્બર રૂ.315ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.02 ઘટી રૂ.2.64 થયો હતો.

 

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.5300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.1.4 ઘટી રૂ.103.2 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.450ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 20 પૈસા વધી રૂ.25.95 થયો હતો.

 

સોનું ડિસેમ્બર રૂ.120000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.22 વધી રૂ.254 થયો હતો. આ સામે ચાંદી ડિસેમ્બર રૂ.165000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.243 વધી રૂ.1663.5ના ભાવે બોલાયો હતો. જસત ડિસેમ્બર રૂ.295ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 20 પૈસા વધી રૂ.0.9 થયો .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button