Surat Varacha News: સુરતના વરાછા વિસ્તારમાં મોડી રાત્રે એક ગંભીર અકસ્માત થયો જેમાં મુસાફરોથી ભરેલી એસટી બસ પલટી મારી ગઈ. આ ઘટના વરાછા એક કે રોડ પર બની હતી.
સીસીટીવી દ્રશ્યોમાં એસટી બસ ફૂલ સ્પીડમાં ચાલતી જોવા મળી હતી. આ બસ વાપી ડેપો થી દાહોદ જઇ રહી હતી. ડ્રાયવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આ દુર્ઘટના બની હતી.
આ અકસ્માતમાં કેટલાક મુસાફરોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ ડ્રાયવર દારૂના નશામાં હોવાની વાત સામે આવી છે.
કાયદેસર કાર્યવાહી
પ્રશાસન અને પોલીસ દ્વારા ઘટનાસ્થળની તપાસ ચાલી રહી છે અને ડ્રાયવરના નશાની સ્થિતિની પુષ્ટિ માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.