
રાંદેરની જવેલર્સમાં છેતરપીંડી કેસમાં ફરાર આરોપી ઝડપાયો
રાંદેર પોલીસકર્મીઓ પેટ્રોલીંગમાં હતા ત્યારે હે.કો. કિરીટસિંહ રામસંગભાઈ તથા હે.કો.મોબતસિંહ હેમુભાને બાતમી મળી હતી કે વર્ષ 2009માં રાંદેર પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલી જે.બી જવેલર્સના માલિક પાસેથી 500 ગ્રામ સોનું અને 5 લાખ રોકડ ઉછીના લઈ તેના પરિવારને લઇને નાસી જનાર રેનીસ ઉર્ફે મહાદેવ ભરત ચોવટીયા (ઉ.વ.26) (રહે.ઓમ બંગ્લોઝ આસોપાલવ સોસાયટીની બાજુમાં અબ્રામા વેલંજા)ને સુરત રેલ્વે સ્ટેશન પાસેથી ઝડપી પાડયો છે.