ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની હાજરીમાં દિવ્ય સત્સંગ મહોત્સવ
ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની હાજરીમાં દિવ્ય સત્સંગ મહોત્સવ
વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ અને માનવતાવાદી નેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની હાજરીમાં દિવ્ય સત્સંગ માટે સુરતના રાજ નીલગીરી ગ્રાઉન્ડ લિંબાયત ખાતે આશીર્વાદ મહોત્સવમાં અભૂતપૂર્વ 16,000 થી વધુ સહભાગીઓ એકઠા થયા હતા.
માનનીય સાંસદ અને કેબિનેટ મંત્રી શ્રી સી.આર.પાટીલ, વિધાનસભાના માનનીય સભ્ય શ્રીમતી સંગીતા પાટીલ અને શ્રી પ્રવીણભાઈ ઘોઘારી પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત લોકો ભક્તિમય સંગીતના પવિત્ર સ્પંદનો અને ગુરુદેવના ગહન સૂક્ષ્મ જ્ઞાનમાં મગ્ન થયા હતા.
“જ્યારે તમે ધ્યાનનો અભ્યાસ કરો છો, ત્યારે તમે ભય, દુ:ખ અને ચિંતામાંથી મુક્તિ મેળવો છો,” ગુરુદેવે કહ્યું હતું, “એક ગુરુ તમારી ચિંતાઓ દૂર કરવા તમારા શહેર કે નગરમાં આવે છે. ચિંતાઓ પોતાની સાથે ન લઈ જઈ ને તમારા ચહેરા પર સ્મિત સાથે ઘરે પાછા ફરો.”
સંગીત અને જ્ઞાનના સમન્વય સાથે સત્સંગ આગળ વધવાની સાથે ઘણા સહભાગીઓ ઉત્થાન, હલકા અને આનંદ અનુભવ્યો હતો.
ગુરુદેવે એ વધુ માં કહ્યુ હતું કે આર્ટ ઓફ લિવિંગ સંસ્થાએ દેશભરમાં 70 નદીઓ અને પ્રવાહોના પુનરુત્થાન સાથે જળ ક્રાંતિની શરૂઆત કરી છે, કેવી રીતે સંગઠને શહેરો અને ગામડાઓને જળ-સકારાત્મક બનાવવા માટે કામ કર્યું છે, પરિણામે ઘણા શહેરો ટેન્કર-મુક્ત બન્યા છે, જ્યારે ઘણા બોરવેલમાં પાણીનું સ્તર 2500 ફૂટથી ઘટીને 10-12 ફૂટ થઈ ગયું છે. ગુરુદેવે કહ્યું, “શાંતિ સે ક્રાંતિ લાની હૈ (ક્રાંતિ શાંતિ થકી આવવી જોઈએ)”
અગાઉ, ગુરુદેવે ગઈકાલે ભવ્ય અન્નકૂટ સમારોહમાં આશીર્વચન આપ્યા હતા, જ્યાં 100 મહિલા સ્વયંસેવકો એ માત્ર 6 કલાકમાં 2081 પ્રકારની શાકાહારી વાનગીઓ તૈયાર કરી હતી. અગાઉ, 1 નવેમ્બરના રોજ, ગુરુદેવે “સીડ ધ અર્થ” કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી, જેમાં 5000 આર્ટ ઓફ લિવિંગ સ્વયંસેવકો એ વાસદમાં વનીકરણની એક મોટી પહેલમાં 2.5 લાખ સીડબોલનું વાવેતર કરીને અનોખો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.
ગુરુદેવ હાલમાં ગુજરાતના પાંચ દિવસના પ્રવાસ પર છે, જેની શરૂઆત અમદાવાદમાં કર્ણાવતી ક્લબમાં દિવાળીની ભવ્ય ઉજવણી સાથે થઈ હતી, જેમાં 7000 પ્રતિભાગીઓએ હાજરી આપી હતી. પાંચ દિવસીય પ્રવાસનો ઉદ્દેશ્ય આધ્યાત્મિકતા, આત્મજ્ઞાન અને પર્યાવરણ રક્ષણ ના અનોખા મિશ્રણ દ્વારા ગુજરાતના હજારો લોકોમાં એકતા લાવવાનો છે, સૌના હરિયાળા અને વધુ સમૃદ્ધ ભવિષ્ય પ્રત્યે સંવાદિતા, કૃતજ્ઞતા અને પ્રતિબદ્ધતાને પ્રોત્સાહન આપવાનો છે.