ગુજરાત

એએસજી આઈ હોસ્પિટલની દિવાળી પહેલ

એએસજી આઈ હોસ્પિટલની દિવાળી પહેલ

15 વર્ષથી ઓછી વયના બાળકો માટે ફટાકડાથી સંબંધિત આંખની ઈજાઓ માટે મફત તપાસ અને સર્જરી!

સુરત, 16 ઓક્ટોબર 2025 : દ્રષ્ટિ સ્વાસ્થ્યમાં “ઓનલી ધ બેસ્ટ” માટે પ્રતિબદ્ધ અગ્રણી નેત્રચિકિત્સા સંસ્થા એએસજી આઈ હોસ્પિટલ દિવાળી સીઝન માટે તેની વિશેષ પહેલની જાહેરાત કરતાં આનંદ અનુભવે છે. ઉત્સવ દરમિયાન ફટાકડાથી થતી દુર્ઘટનાઓના વધતા જોખમને ધ્યાનમાં રાખીને, હોસ્પિટલ 15 વર્ષથી ઓછી વયના બાળકોમાં ફટાકડાથી થયેલી આંખની ઈજાઓ માટે મફત તપાસ અને જરૂરી સર્જરી ઉપલબ્ધ કરાવી રહી છે. આ સેવા 15 થી 24 ઓક્ટોબર 2025 દરમિયાન દેશભરના તમામ એએસજી આઈ હોસ્પિટલ સેન્ટરોમાં ઉપલબ્ધ રહેશે. ઉચ્ચ ગુણવત્તાવાળી અને સરળ સારવાર સુનિશ્ચિત કરવા માટે દર્દીઓને ફક્ત ફાર્મસી, એનિસ્થેશિયા અને ઓપ્ટિકલ સેવાઓના ખર્ચ ભરવા પડશે.

એએસજી આઈ હોસ્પિટલના ચીફ ઓપ્થલ્મોલોજિસ્ટ ડૉ. શૈલેન પટેલના જણાવ્યા મુજબ, દિવાળી દરમિયાન ફટાકડાથી થતી આંખની ઈજાઓ એક મહત્વપૂર્ણ જાહેર આરોગ્ય સમસ્યા બની રહી છે, જે ઘણીવાર ગંભીર અને કાયમી દ્રષ્ટિહાનિનું કારણ બને છે. 2023ના રાષ્ટ્રીય આંકડા મુજબ, ભારતમાં 2,000થી વધુ ફટાકડાથી સંબંધિત આંખની ઈજાઓના કેસ નોંધાયા હતા, જેમાંથી લગભગ 60% કેસ 15 વર્ષથી ઓછી વયના બાળકોમાં હતા અને લગભગ 10% કેસ કાયમી દ્રષ્ટિ ગુમાવવાના હતા. આ આંકડા નબળા વર્ગોને સુરક્ષિત કરવા અને સુરક્ષિત રીતે ઉત્સવ ઉજવવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત દર્શાવે છે. અભ્યાસો સૂચવે છે કે ઉત્સવની મોસમ દરમિયાન 20% સુધીની ઈમરજન્સી આંખની ઈજાઓ ફટાકડાથી થાય છે, જેમાંથી 30% પીડિત બાળકો 15 વર્ષથી ઓછી વયના હોય છે અને લગભગ 85% પીડિત પુરુષો હોય છે. આ પહેલ એએસજી આઈ હોસ્પિટલની સમાજપ્રત્યેની પ્રતિબદ્ધતા, સુરક્ષિત દિવાળી ઉજવણીને પ્રોત્સાહિત કરવા અને આપણા દેશના નાના બાળકોમાં દ્રષ્ટિહાનિ રોકવાના ધ્યેયને ઉજાગર કરે છે.

દિવાળી દરમિયાન આંખની ઈજાઓ અટકાવવા માટેની સલાહ

એએસજી આઈ હોસ્પિટલના નિષ્ણાતો ફટાકડાથી થતી આંખની ઈજાઓથી બચવા માટે નીચેના સુરક્ષા પગલાંની ભલામણ કરે છે:

ફટાકડા ફોડતી વખતે હંમેશા રક્ષણાત્મક ચશ્મા અથવા ગોગલ્સ પહેરો, જેથી આગના તણખા, ધૂળના રજકણો અથવા હાનિકારક રસાયણોથી આંખનું રક્ષણ થાય.

ફટાકડાં ફોડતાં કમ સે કમ 5–6 મીટરનું અંતર રાખો અને હંમેશા ખુલ્લી જગ્યા પર જ્વલનશીલ વસ્તુઓ અને ભીડથી દૂર ફટાકડાં ફોડો.

બાળકો પર હંમેશા નજર રાખો, તેમને મોટા લોકોની દેખરેખ વિના ફટાકડા ફોડવા કે હાથમાં લેવાની મંજૂરી ન આપો. તેમને સુરક્ષિત અંતરે માત્ર દર્શક તરીકે રહેવા પ્રોત્સાહિત કરો, કારણ કે તેઓ ખાસ સંવેદનશીલ હોય છે.

ઘરેલુ કે ગેરકાયદેસર ફટાકડાંનો ઉપયોગ ટાળો, કારણ કે તે અસ્થિર અને વધુ જોખમકારક હોઈ શકે છે, તેના બદલે પ્રમાણિત, પર્યાવરણમિત્ર વિકલ્પો પસંદ કરો જે ઓછો ધુમાડો ઉત્પન્ન કરે અને સુરક્ષિત હોય.

ફટાકડાં હાથમાં રાખીને ક્યારેય ન ફોડો, અને જો ફટાકડો ન ફૂટે તો તેની પાસે જઈને તપાસ ન કરો, લાંબી અગરબત્તીનો ઉપયોગ કરીને ફટાકડા ફોડો.

ફટાકડા ફોડી લીધા પછી હાથ સારી રીતે ધોઈ લો જેથી કોઈ રસાયણ આંખમાં ન જાય.

ફૂટી ન શકેલા ફટાકડાને ફરીથી ફોડવાનો કે ઉઠાવવાનો પ્રયત્ન ન કરો; તેના બદલે દૂરથી પાણીની બાલ્ટીમાં નાખીને નિષ્ક્રિય કરો.

પાણીની બાલ્ટી, રેતી કે ફાયર એક્સટિંગ્વિશર હંમેશા નજીક રાખો, જેથી અચાનક આગ કે ઈમરજન્સીમાં ઉપયોગ કરી શકાય.

ફટાકડા ફોડતી વખતે જ્વલંતશીલ અસર કરતું કોઈ પણ પદાર્થ લેવાનું ટાળો, કારણ કે તે દુર્ઘટનાનું જોખમ વધારશે.

જો આંખને ઈજા થાય, તો આંખ ન ઘસો, ન ધોવો કે દબાણ ન કરો, આંખમાં ફસાયેલ વસ્તુ કાઢવાનો પ્રયત્ન ન કરો, કોઈ મલમ ન લગાવો અને એસ્પિરિન જેવી બ્લડ થિનર પેઈનકિલર ન લો. તાત્કાલિક વ્યાવસાયિક તબીબી મદદ લો જેથી કાયમી નુકસાન ઓછું થાય.

તાત્કાલિક મદદ અથવા વધુ માહિતી માટે, કૃપા કરીને અમારી ટોલ-ફ્રી હેલ્પલાઇન પર સંપર્ક કરો:

મો. ૮૮૭૫૦ ૨૦૭૩૬

૧૮૦૦૧૨૧૧૮૦૪ (ટોલ ફ્રી)

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button