આરોગ્ય

નવી સિવિલ હોસ્પિટલ ખાતે ડાઉન સિન્ડ્રોમ અને ઓરલ હાઈજીન દિવસની ઉજવણી કરવામાં આવીઃ

નવી સિવિલ હોસ્પિટલ ખાતે ડાઉન સિન્ડ્રોમ અને ઓરલ હાઈજીન દિવસની ઉજવણી કરવામાં આવીઃ
અગ્રણી પરેશભાઈ પટેલે માનસિક અને શારીરિક ખોડખાંપણ ધરાવતા ૪૫થી વધુ બાળકોને એજ્યુકેશન કીટ, હેલ્થ કીટ, ફૂડ અને ચોકલેટનું વિતરણ કર્યું

નવી સિવિલ હોસ્પિટલ સ્થિત ડીઈઆઈસી વિભાગ ખાતે ડાઉન સિન્ડ્રોમ તથા ઓરલ હાઈજીન દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે અગ્રણીશ્રી પરેશભાઈ પટેલે માનસિક અને શારીરિક ખોડખાંપણ ધરાવતા ૪૫થી વધુ બાળકોને એજ્યુકેશન કીટ, હેલ્થ કીટ, ફૂડ અને ચોકલેટનું વિતરણ કર્યું હતું.
આ અવસરે પરેશભાઈએ જણાવ્યું કે, “શારીરિક અને માનસિક રીતે વિકલાંગ બાળકોના આત્મવિશ્વાસમાં વધારો થાય અને તેમની પ્રગતિ માટે મદદરૂપ થવું એ સૌની જવાબદારી છે.”
ડીઈઆઈસીના ડૉ. હર્ષિતા પટેલે કહ્યું કે, “અમારા કેન્દ્ર પર ખાસ જરૂરિયાતો ધરાવતા બાળકોની સંપૂર્ણ તબીબી તપાસ કરી, તેમની સમસ્યા મુજબ થેરાપી અને સ્પેશિયલ એજ્યુકેશન આપવામાં આવે છે. દાંત અને કાનની પણ તપાસ નિશુલ્ક કરવામાં આવે છે, જેથી તેઓને યોગ્ય સારવાર અને માર્ગદર્શન મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવે છે.”
આ ઉજવણીમાં નર્સિંગ કાઉન્સિલ ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા બાળકોના વિકાસ માટે કિટ વિતરણ અને આરોગ્ય સંબંધિત સેવાઓની મહત્વતા પર પ્રકાશ પાડતા કહ્યું, “બાળકોને જરૂરી સાધનો અને તાલીમ મળી રહે, જેથી તેઓ શારીરિક અને માનસિક રીતે સશક્ત બને તેવા પ્રાસો કરવા પર ભાર મુકયો હતો.”
આ પ્રસંગે નવી સિવિલ હોસ્પિટલના ડીન ડો. જયેશ બ્રહ્મભટ્ટ, આર.એમ.ઓ ડો.કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલ ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા, સંદેશ મહિપાલ, અંકિતા, ઝુનિતા, ડો.રિદ્ધિ, સાક્ષી, ભાવેશ, સિદ્ધેશ્વરીબેન, સુનિતા અલ્પેશ તેમજ નર્સિંગ એસોસિએશનના સ્થાનિક પ્રમુખ અશ્વિન પંડ્યા અને નિલેશ લાઠીયા ઉપસ્થિત રહ્યા હતા.
-000-

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button