રાજનીતિ

સાણંદ : અમિત શાહના રોડ શોના બંદોબસ્તમાં હાજર હોમગાર્ડ જવાનનું હાર્ટ એટેકથી મોત

એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે. બીજી તરફ લોકસભા ચૂંટણીને લઈને ગુરૂવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાણંદ APMC સર્કલ ખાતેથી મેગારેલી યોજી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. ત્યારે આ રોડ-શોના બંદોબસ્તમાં એક હોમગાર્ડ જવાનનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે.

 

સાણંદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રોડ શોને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે ગઢીયા ચોકડી પોઇન્ટ ઉપર હાજર હોમગાર્ડના જવાનને હાર્ટ એટેક આવતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ હોસ્પિટલ ખાતે ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. મૃતક પ્રવિણભાઈ પટેલ સાણંદ યુનિટ હોમગાર્ડમાં 6 વર્ષથી ફરજ બજાવતા હતા

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button