પ્રાદેશિક સમાચાર
ભારતીયો માટે યુરોપનાંશેનઝેનવિઝા સરળથયા

ભારતીયો માટે યુરોપનાંશેનઝેનવિઝા સરળથયા
યુરોપિયન કમિશને ઉનાળાની રજાઓ પહેલાં ભારતીય નાગરિકો માટે મુસાફરીને સરળ બનાવવા માટે નવા વિઝા નિયમોની જાહેરાત કરી છે. તાજેતરના નિયમો હેઠળ, ભારતીય નાગરિકોને હવે બહુ-વર્ષીય માન્યતા સાથે લાંબા ગાળાના શેંગેન વિઝાની સરળતાથી એક્સેસ મળશે, જે અગાઉની વિઝા આવશ્યકતાઓથી મોટો ફેરફાર દર્શાવે છે. યુરોપિયન કમિશને જણાવ્યું હતું કે, 18 એપ્રિલ 2024 ના રોજ, યુરોપિયન કમિશને ભારતીય નાગરિકોને મલ્ટીપલ એન્ટ્રી વિઝા જારી કરવા અંગે ચોક્કસ નિયમો અપનાવ્યા હતા, જે વિઝા કોડના માનક નિયમો કરતા વધુ અનુકૂળ છે. આ નિયમો લાગુ પણ કરી દેવાયા છે. સુધારેલા વિઝા માળખું જેને વિઝા કાસ્કેડ તરીકે ઓળખવામાં આવે છે.