સુરતના સ્ત્રી રોગ નિષ્ણાંતો ની સંસ્થા “સુરત ઓસ્ટ્રેટીક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી” દ્વારા “FOGSI Presidential Conference” નું આયોજન કરવામાં આવ્યું છે.
સુરતના સ્ત્રી રોગ નિષ્ણાંતો ની સંસ્થા “સુરત ઓસ્ટ્રેટીક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી” દ્વારા “FOGSI Presidential Conference” નું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં દેશના વિવિધ શહેરોમાંથી 500 થી વધુ સ્ત્રી રોગ નિષ્ણાંતો હાજરી આપવાના છે. જેમાં મુંબઈ, અમદાવાદ, વડોદરા, શ્રીસુર(કેરલા), ચેન્નાઇ, દિલ્હી વગેરે જેવા મોટા શહેરોનો સમાવેશ થાય છે.
સંમેલન ના આયોજકો ડો. પ્રફુલ દોશી, ડો. નિમિશ શેલત, આયોજક મંત્રી ડો. અર્પિત વાછાણી, ડો. દર્શન વાડેકર, ડો. રોઝી આહ્યા તેમજ ટ્રેઝરર ડો. દીપ્તિ પટેલ, ડો. નરેન્દ્ર વાઘેલા દ્વારા પ્રેસ ને સંબોધવામાં આવી હતી અને આ સંમેલન વિષે માહિતી આપવામાં આવી હતી.
આ સંમેલનનો મુખ્ય હેતુ સ્ત્રી રોગ સારવારમાં થતા અત્યંત આધુનિક અને વૈજ્ઞાનિક પધ્ધતીઓ વિશે જાણકારી આપવાનો છે.
તારીખ 5 જુલાઈ 2024 ના રોજ અલગ અલગ વિષયો પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રસુતિ બાદ થતા આકસ્મીક રક્ત પ્રવાહ (PPH – Post Partum
Haemorrhage) ને કાબુ કરવા માટેની પધ્ધતિઓ, આધુનિક દૂરબીન દ્વારા એન્ડોસ્કોપીની સારવાર તેમજ ઈમેજિંગ ટેકનોલોજી વિશેની વર્કશોપ નું આયોજન યુનિવર્સલ હોસ્પિટલ તેમજ હોટેલ લી મેરીડીયન સુરત ખાતે કરવામાં આવ્યું હતું. તારીખ 6 અને 7 જુલાઈ 2024 ના રોજ કોન્ફરન્સનું આયોજન હોટેલ લી મેરીડીયન ખાતે કરવામાં આવ્યું. આ સાથે તારીખ 6 જુલાઈ 2024 ને સાંજે 6:30 કલાકે સંમેલનનું ઉદ્ઘાટન તેમજ વિવિધ ડોક્ટરો દ્વારા સંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે.