ઓટોમોબાઇલ્સ

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી ટેબ એક્ટિવ 5 લોન્ચઃ ઉદ્યોગના કાર્યબળ માટે નિર્મિત મજબૂત, 5G- એનેબલ્ડ ટેબ્લેટ

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી ટેબ એક્ટિવ 5 લોન્ચઃ ઉદ્યોગના કાર્યબળ માટે નિર્મિત મજબૂત, 5G- એનેબલ્ડ ટેબ્લેટ

ભારતના સૌથી વધુ માગણીનાં કાર્ય વાતાવરણ માટે ઘડવામાં આવેલા આ ટેબ્લેટમાં મિલિટરી- ગ્રેડનું ટકાઉપણું (MIL-STD-810H), IP68સર્ટિફાઈડ S પેન, 8GB સુધી RA અને 36 મહિનાની વોરન્ટી*નો સમાવેશ થાય છે.
એન્ટરપ્રાઈઝ એડિશનમાં નોક્સ સ્યુટ એન્ટરપ્રાઈઝ સિક્યુરિટી પ્લેટફોર્મ સબ્સ્ક્રિપ્શન (12-મહિનાનું INR 4,515મૂલ્યનું મફત)
18મી ઓગસ્ટ, 2025થી એડવાન્સ બુકિંગ શરૂ થયા હોઈ કિંમત INR 49,999થી શરૂ થાય છે.

ગુરુગ્રામ, ભારત, 20 ઓગસ્ટ, 2025 – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ભારતમાં ગેલેક્સી ટેબ એક્ટિવ 5 એન્ટરપ્રાઈઝ એડિશન લોન્ચ કર્યાની ઘોષણા કરી હતી, જે ઉચ્ચ ઘનતાના વાતાવરણમાં કામ કરતા વેપારો અને વ્યાવસાયિકોને સશસ્ત બનાવવા માટે ઘડવામાં આવેલા મજબૂત, ઉદ્યોગ તૈયાર ટેબ્લેટ છે.

ફેબ્રુઆરી 2024માં XCover7 રગ્ડ સ્માર્ટફોનના સફળ પદાર્પણ પછી ભારતમાં તેની ઉચ્ચ કામગીરી સાથેની ગેલેક્સી ટેબ એક્ટિવ 5 એન્ટરપ્રાઈઝ એડિશન સંરક્ષણ, જાહેર સુરક્ષા, લોજિસ્ટિક્સ, ઉત્પાદન, હેલ્થકેર, રિટેઈલ અને સેવા જેવા ઉચ્ચ માગણી ધરાવતાં અને સઘન ક્ષેત્રોની જરૂરતોને પહોંચી વળશે.

કપરી કાર્યસ્થિતિઓ માટે નિર્માણ
ગેલેક્સી ટેબ એક્ટિવ5 એન્ટરપ્રાઈઝ એડિશનમાં 6GB/128GB અને 8GB/256GBના વિવિધ મેમરી વિકલ્પો સાથે આસાન મલ્ટીટાસ્કિંગ અને ઉચ્ચ ઘનતાના કાર્યભાર માટે ઓક્ટા- કોર પ્રોસેસર દ્વારા પાવર્ડ 120Hz રિફ્રેશ રેટ સાથે 8.0 ઈંચ (20.32 સેમી) હાઈ- રિઝોલ્યુશન ડિસ્પ્લેની વિશિષ્ટતા છે. ડિસ્પ્લે ભારતની વિવિધ હવામાનની સ્થિતિઓ માટે નોંધપાત્ર લાભદાયી ઉત્કૃષ્ટ આઉડોર વિઝિબિલિટી માટે મહત્તમ બનાવાયું છે.

“સેમસંગમાં અમે ભારતમાં અમારા પ્રવાસને રાષ્ટ્રની પોતાની મહત્ત્વાકાંક્ષાનું અવિભાજ્ય અંગ માનીએ છીએ. મેક ઈન ઈન્ડિયાના ધ્યેય સાથે સુમેળ સાધતાં અને ડિજિટલ ઈન્ડિયાના આગામી તબક્કાથી પ્રેરિત અમે આજની જરૂરતો સાથોસાથ આવતીકાલની તકો માટે ભારતીય કાર્યબળને સશક્ત બનાવવા કટિબદ્ધ છીએ. અમે લઈએ તે દરેક પગલું ભારતમાં જન્મેલા, ભારત માટે નિર્મિત અને અમારા ગ્રાહકોની અજોડ આકાંક્ષાઓ અને જીવનશૈલી માટે તૈયાર ઈનોવેશનથી પ્રેરિત હોય છે. આ ઉત્પાદનથી વિશેષ છે. તે ભારતની ભાષા બોલતી ટેકનોલોજીને આકાર આપવાના અમારા શપથ છે,’’ એમ સેમસંગ ઈન્ડિયાના એન્ટરપ્રાઈઝ બિઝનેસના વાઈસ પ્રેસિડેન્ટ પુનીત સેઠીએ જણાવ્યું હતું.

ઉપરાંત ટેબ પાવર સોર્સ સાથે કનેક્ટેડ રહીને એકધાર્યા ઉપયોગ માટે આખા દિવસની રિપ્લેસેબલ બેટરી અને નો- બેટરી મોડ સાથે સુસજ્જ છે. આ વાહનના ઓટોમેશન, જાહેર સુરક્ષા, સંરક્ષણ, રિટેઈલ કિયોસ્ક્સ, ફેક્ટરી ફ્લોર્સ, લોજિસ્ટિક્સ હબ્સ અને ગ્રામીણ પ્રદેશોમાં મુલાકાતો માટે આદર્શ છે.

એન્ટરપ્રાઈઝ એડિશનમાં 36 મહિનાની ઉદ્યોગ અવ્વલ વોરન્ટી (બેટરી પર 12 મહિના)નો સમાવેશ થાય છે અને 7 વર્ષ માટે (વર્ઝન 21 સુધી) OS અપગ્રેડ સાથે એન્ડ્રોઈડ 15 સાથે પ્રીલોડેડ આવે છે. સેમસંગ આ શ્રેણીમાં 36 મહિનાની વોરન્ટી આપતી જૂજ બ્રાન્ડ્સમાંથી એક છે. વિસ્તારિત વોરન્ટી અને ADLD પ્લાન ટૂંક સમયમાં જ ઉપલબ્ધ થશે.

ઉપરાંત ટેબ INR 4515 મૂલ્યના નોક્સ સ્યુટ એન્ટરપ્રાઈઝ સિક્યુરિટી પ્લેટફોર્મ માટે 12 મહિનાનું કોમ્પ્લિમેન્ટરી સબ્સ્ક્રિપ્શન ઓફર કરે છે, જે પ્રીમિયમ- ગ્રેડ ડિવાઈસ રક્ષણમાંથી ઉદ્યોગોને લાભ થાય તેની ખાતરી રાખે છે.

ગેલેક્સી ટેબ એક્ટિવ5 ઓફર કરે છેઃ

કોઈ પણ વાતાવરણમાં આસાન નોટ- ટેકિંગ માટે બ્રાઈટ ડિસ્પ્લે અને IP68-સર્ટિફાઈડ S પેનનો સમાવેશ થાય છે.
ફેક્ટરીઓ અને બાંધકામ સ્થળો જેવાં ઘોંઘાટિયાં કાર્યસ્થળોમાં ઉપયોગ માટે લાઉડ, ક્લિયર સ્પીકર્સ.
તુરંત ટીમ કમ્યુનિકેશન માટે પુશ-ટુ-ટોક ક્ષમતા સાથે પ્રોગ્રામેબલ કીઝ.
ઈનબોક્સ કન્ટેન્ટ્સમાં બેટરી, S પેન, રગ્ડ બેક કવર અને ડેટા કેબલ સાથે ડિવાઈસનો સમાવેશ થાય છે.

ઉત્પાદકતાને શક્તિ આપતી ભાગીદારીઓ
ભારતીય ઉદ્યોગોને સશક્ત બનાવતાં ગેલેક્સી ટેબ એક્ટિવ 5 એન્ટરપ્રાઈઝ એડિશન નિમ્નલિખિત સાથે આવે છેઃ
બ્રિટી વર્કસ* –તમારા કાર્યબળને બ્રિટી વર્કસને 1 વર્ષની કોમ્પ્લિમેન્ટરી પહોંચ સાથે અભિમુખ બનાવો, જે ઓલ-ઈન-વન SaaS-આધારિત જોડાણ સેમસંગ SDS દ્વારા વિકસાવવામાં આવ્યું હોઈ આસાન, અસલ સમયના જોકાણ માટે તેમાં મેઈલ, મેસેન્જર, મિટિંગ અને ડ્રાઈવનો સમાવેશ થાય છે. ઉપરાંત તેમાં જનરેટિવ AI- પાવર્ડ બ્રિટી કોપાઈલટને 2 મહિનાની મફત પહોંચનો સમાવેશ થાય છે, જે ઈમેઈલ ઓટો- ડ્રાફ્ટ કરે છે, અસલ સમયમાં ટ્રાન્સલેશન પૂરું પાડે છે, મિટિંગની મિનિટ્સ વગેરે ઊપજાવીને ઉત્પાદકતા વધારવામાં મદદ કરે છે અને ઉદ્યોગો જે રીતે કામ કરે છે તેમાં પરિવર્તન લાવે છે.
ઝેલો ફોર વર્ક* –પુશ- ટુ- ટોક સર્વિસ ક્લાઉડ સબ્સ્ક્રિપ્શન, ડિસેમ્બર 2025 સુધી કોમ્પ્લિમેન્ટરી પહોંચ.
ગૂગલ વર્કસ્પેસ* – ફ્ક્ત નાના અને મધ્યમ વેપારો માટે 50% સુધી ડિસ્કાઉન્ટ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button