જ્વેલર્સના હિતોને સુરક્ષિત કરવા માટે ગુજરાત સ્ટેટ લેવલ વિજિલન્સ કમિટી ની રચના કરવાની જીજેસીની વિનંતી

જ્વેલર્સના હિતોને સુરક્ષિત કરવા માટે ગુજરાત સ્ટેટ લેવલ વિજિલન્સ કમિટી ની રચના કરવાની જીજેસીની વિનંતી
ગુજરાત, 3 ડિસેમ્બર 2025: ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (જીજે સી) એ આજે જાહેરાત કરી કે તેણે ગુજરાત સરકારે રાજ્યભરના જ્વેલર્સના હિતોની રક્ષા માટે ગુજરાત સ્ટેટ લેવલ વિજિલન્સ કમિટી રચવાની સત્તાવાર વિનંતી કરી છે.
જીજે સીનો ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ—જેમાં ચેરમેન રાજેશ રોક્ડે, વાઇસ ચેરમેન અવિનાશ ગુપ્તા, ડિરેક્ટર સલીમ દાગીનાવાલા, ઝેડ સીએમ અવિ શાહ, ભરત ઝવેરી અને નેશનલ સેક્રેટરી મિતેશ ધોરડા સામેલ હતા—એ ગુજરાતના માનનીય ઉપ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીજીની મુલાકાત લઈને આ પ્રસ્તાવ રજૂ કર્યો.
મહારાષ્ટ્રના માનનીય મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસજી, રાજ્યના ગૃહ (ગ્રામીણ), હાઉસિંગ, શાળા શિક્ષણ, સહકાર અને ખાણખનિજ ખાતાના મંત્રી શ્રી પંકજ ભોયરજી અને વિધાન પરિષદના માનનીય સભ્ય શ્રીમતી ચિત્રા કિશોર વાઘે મહારાષ્ટ્રમાં દક્ષતા કમિટી મોડલ અમલમાં મૂકવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. ગુજરાતમાં આ મોડલનું અસરકારક અમલકરણ કરવામાં જીજેઇપીસી આને બેન્ચમાર્ક તરીકે ઉપયોગમાં લેશે. જ્વેલર્સને અનાયાસ હેરાનગતિથી બચાવવા ગુજરાત રાજ્ય સ્તરીય વિજિલન્સ કમિટી ની રચના કરવામાં આવશે.
જીજેસીના ચેરમેન રાજેશ રોક્ડેએ જણાવ્યું “ગુજરાત સ્ટેટ વિજિલન્સ કમિટી ની રચના જ્વેલર્સને હેરાનગતિના ભય વિના, પારદર્શિતા અને નિયમોના પાલન સાથે વ્યવસાય કરવા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. રાજ્ય સ્તરની સાથે જીજેીસી જિલ્લા અને શહેર સ્તરે પણ કમિટીઓ બનાવશે જેથી તળે સુધી સહાય મળે અને જ્વેલર્સની ચિંતાઓ ઝડપી રીતે ઉકેલાય. શ્રી હર્ષ સંઘવીજીના સકારાત્મક પ્રતિસાદ માટે અમે આભારી છીએ અને આ મહત્વપૂર્ણ પહેલને અમલમાં લાવવા ગુજરાત સરકાર સાથે નજીકથી કામ કરવા ઉત્સાહિત છીએ. અમે અમારા માનનીય સભ્યો ઝવેરીભાઈ મેંન્ડાલિયા, ભરતભાઈ મેંન્ડાલિયા અને અવિભાઈ શાહનો પણ આ બેઠક સુનિશ્ચિત કરવા બદલ આભાર માનીએ છીએ.”
જીજે સીના વાઇસ ચેરમેન અવિનાશ ગુપ્તાએ ઉમેર્યું “આ પહેલ એક એવી સુવ્યવસ્થિત પ્રક્રિયા ઊભી કરશે જેમાં જ્વેલર્સ અને સત્તાવાળાઓ સાથે મળીને એસઓપી તૈયાર કરશે અને પરસ્પર સહકારથી મુદ્દાઓનું નિરાકરણ લાવશે. રાજ્ય, જિલ્લા અને શહેર દરેક સ્તરે સ્થાનિક જ્વેલર્સને જોડવાથી ન્યાય, જવાબદારી અને મજબૂત સપોર્ટ સિસ્ટમ સુનિશ્ચિત થશે. અમને વિશ્વાસ છે કે આ મોડેલ અન્ય રાજ્યો માટે પણ એક મબરકદારી મૂકી શકશે.”



