ગ્લોબલ ફેડરેશન ઓફ એન્ટ્રેપ્રિનિયોર્સ દ્વારા ” ઈન્ટરનેશનલ વુમન્સ ડે” નિમિત્તે ઈન્ટરેક્શન સેશનનું આયોજન કરાયું
ગ્લોબલ ફેડરેશન ઓફ એન્ટ્રેપ્રિનિયોર્સ (જીએફઈ) વિશ્વનું સર્વશ્રેષ્ઠ વૈશ્વિક પ્લેટફોર્મ બનવા માટે, એસએમઈ, લાર્જ કોર્પોરેટ, ઈન્વેસ્ટર્સ, ટ્રેડર્સ, મેન્યુફેક્ચરર્સ, લોકલ ડિસ્ટ્રીબ્યુટર્સ, યુથ અને વુમન એન્ટ્રેપ્રિનિયોર્સ, સ્ટુડન્ટ્સ અને સ્ટાર્ટ- અપ્સ માટેના હિતોને એકીકૃત કરવા માટે કાર્ય કરે છે. જીએફઈ હંમેશાથી વુમન એમ્પાવર્મેન્ટના કાર્યો કરતું આવ્યું છે અને આ 8 માર્ચ, 2024 એટલે કે “ઈન્ટરનેશનલ વુમન્સ ડે 2024”ના દિવસે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જીએફઈ વુમન એમ્પાવર્મેન્ટની સાથે સાથે વુમન એન્ટ્રેપ્રિનિયોરશીપ માટેના પણ કાર્યો કરે છે. જીએફઈ બિઝનેસ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડના સીએમડી વૈભવ શર્મા અને ડાયરેક્ટર ઓફ ધ કંપની સુપ્રિયા શર્મા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મહિલાઓ સાથે ખાસ ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
લગ્ન પછી મહિલાઓની લાઈફ પૂર્ણ નથી થઈ જતી પરંતુ પોતાની દરેક જવાબદારી સુંદર રીતે નિભાવે છે. વર્ક, બાળકો અને પરિવાર દરેકને સાથે રાખીને ચાલતી મહિલાનું સમ્માન કરાયું હતું, જેમાં આશરે 50થી પણ વધુ મહિલાઓ સહભાગી બની હતી. આ પ્રસંગે રેડિયોજગતના જાણીતા આરજે પાયલ પણ ઉપસ્થિત રહ્યાં હતા અને મહિલાઓને અભિવાદન આપ્યું હતું.