વ્યાપાર

સોનાના વાયદામાં રૂ.722 અને ચાંદીના વાયદામાં રૂ.4256નો પ્રત્યાઘાતી ઉછાળોઃ ક્રૂડ તેલમાં રૂ.2નો સુધારો

સોનાના વાયદામાં રૂ.722 અને ચાંદીના વાયદામાં રૂ.4256નો પ્રત્યાઘાતી ઉછાળોઃ ક્રૂડ તેલમાં રૂ.2નો સુધારો

કોમોડિટી વાયદાઓમાં રૂ.29376.42 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.213221.58 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 23025.62 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 40130 પોઇન્ટના સ્તરે

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.242602.57 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.29376.42 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.213221.58 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 40130 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2018.12 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 23025.62 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.160977ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.161652 અને નીચામાં રૂ.160163ના સ્તરને સ્પર્શી, રૂ.159969ના આગલા બંધ સામે રૂ.722ની તેજી સાથે રૂ.160691ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.151 વધી રૂ.128821ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.52 વધી રૂ.16257ના ભાવે બોલાયો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.739 વધી રૂ.158330ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.160200ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.160373 અને નીચામાં રૂ.157025ના મથાળે અથડાઈ, રૂ.157946ના આગલા બંધ સામે રૂ.656 વધી રૂ.158602ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.265944ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.270500 અને નીચામાં રૂ.263300ના મથાળે અથડાઈ, રૂ.260744ના આગલા બંધ સામે રૂ.4256ના ઉછાળા સાથે રૂ.265000ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.4955 વધી રૂ.268290ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.6030 વધી રૂ.268824ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 4943.21 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું ફેબ્રુઆરી વાયદો રૂ.22.1 વધી રૂ.1200.1ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જસત ફેબ્રુઆરી વાયદો રૂ.2.65 ઘટી રૂ.326.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 95 પૈસા વધી રૂ.304.3ના સ્તરે પહોંચ્યો હતો. સીસું ફેબ્રુઆરી વાયદો 20 પૈસા વધી રૂ.186.2ના ભાવે બોલાયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 1404.65 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ફેબ્રુઆરી વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.3565ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.3600 અને નીચામાં રૂ.3565ના મથાળે અથડાઈ, રૂ.18 વધી રૂ.3580ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો બેરલદીઠ રૂ.6044ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6073 અને નીચામાં રૂ.5970ના મથાળે અથડાઈ, રૂ.6008ના આગલા બંધ સામે રૂ.2 વધી રૂ.6010ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ.2 ઘટી રૂ.6008 થયો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.3.1 ઘટી રૂ.259 થયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો રૂ.3.3 ઘટી રૂ.259.1 થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.940.7ના ભાવે ખૂલી, રૂ.2.5 વધી રૂ.945 થયો હતો. એલચી ફેબ્રુઆરી વાયદો કિલોદીઠ રૂ.2461ના ભાવે ખૂલી, રૂ.54 ઘટી રૂ.2460ના સ્તરે પહોંચ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 13181.36 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 9844.25 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 4366.69 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 228.96 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 47.50 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 293.31 કરોડનાં કામકાજ થયાં હતાં.

ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 30.68 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 675.87 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 698.10 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 2.34 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.60 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 9476 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 74660 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 31279 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 369670 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 62066 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 10148 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 17340 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 55281 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1821 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 18785 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 27252 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ માર્ચ વાયદો 40019 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 40277 પોઇન્ટના સ્તર અને નીચામાં 40019 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 349 પોઇન્ટ વધી 40130 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ.6000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.3.4 વધી રૂ.327.6 થયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.25 ઘટી રૂ.17.3ના ભાવે બોલાયો હતો.

સોનું ફેબ્રુઆરી રૂ.165000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.135.5 ઘટી રૂ.348 થયો હતો. આ સામે ચાંદી માર્ચ રૂ.300000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.448.5 વધી રૂ.17878 થયો હતો. તાંબું માર્ચ રૂ.1300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.25 વધી રૂ.16.31ના ભાવે બોલાયો હતો. જસત એપ્રિલ રૂ.372.5ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.8 ઘટી રૂ.0.69 થયો હતો.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ.6000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.4.65 વધી રૂ.331.7ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.15 ઘટી રૂ.17.75 થયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી રૂ.160000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.126 ઘટી રૂ.789ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની માર્ચ રૂ.300000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.625 વધી રૂ.18219.5ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ.6000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.5.6 વધી રૂ.321.2ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.25 વધી રૂ.17.7 થયો હતો.

સોનું ફેબ્રુઆરી રૂ.160000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.516 ઘટી રૂ.1133.5 થયો હતો. આ સામે ચાંદી માર્ચ રૂ.200000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.428 ઘટી રૂ.2590ના ભાવે બોલાયો હતો. તાંબું માર્ચ રૂ.1200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.4.62 ઘટી રૂ.38.25 થયો હતો.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ.5000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.1.75 વધી રૂ.31.2ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.5 વધી રૂ.18.1ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ફેબ્રુઆરી રૂ.156000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.424.5 ઘટી રૂ.560.5ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની માર્ચ રૂ.250000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1798 ઘટી રૂ.12199.5ના ભાવે બોલાયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button