વ્યાપાર

એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.161 અને ચાંદીમાં રૂ.274નો સુધારોઃ ક્રૂડ તેલ રૂ.60 નરમ

એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.161 અને ચાંદીમાં રૂ.274નો સુધારોઃ ક્રૂડ તેલ રૂ.60 નરમ

નેચરલ ગેસ, કોટન-ખાંડીના વાયદામાં ઘટાડોઃ મેન્થા તેલમાં વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.7644.56 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.85740.86 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.4689.05 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 18845 પોઈન્ટના સ્તરે

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.93386.08 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.7644.56 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.85740.86 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 18845 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.738.47 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.4689.05 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.77082ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.77318 અને નીચામાં રૂ.76904ના મથાળે અથડાઈ, રૂ.77136ના આગલા બંધ સામે રૂ.161 વધી રૂ.77297ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.151 વધી રૂ.62200ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ડિસેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.20 વધી રૂ.7720ના ભાવ થયા હતા. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.168 વધી રૂ.76760ના ભાવ થયા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.91013ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.91415 અને નીચામાં રૂ.90750ના મથાળે અથડાઈ, રૂ.91001ના આગલા બંધ સામે રૂ.274 વધી રૂ.91275ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.274 વધી રૂ.91313ના ભાવ થયા હતા. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.279 વધી રૂ.91330ના ભાવે બોલાયો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ.1034.43 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ડિસેમ્બર વાયદો રૂ.1.65 ઘટી રૂ.813.05ના ભાવ થયા હતા. જ્યારે જસત ડિસેમ્બર વાયદો 60 પૈસા ઘટી રૂ.287ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો રૂ.1.4 ઘટી રૂ.243.25ના ભાવ થયા હતા. જ્યારે સીસું ડિસેમ્બર વાયદો કોઈ ફેરફાર વગર રૂ.179.35ના ભાવ સ્થિર રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં રૂ.1949.45 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો બેરલદીઠ રૂ.6017ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6030 અને નીચામાં રૂ.5980ના મથાળે અથડાઈ, રૂ.6042ના આગલા બંધ સામે રૂ.60 ઘટી રૂ.5982ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર વાયદો રૂ.55 ઘટી રૂ.5980ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.10.1 ઘટી રૂ.269.1ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો રૂ.9.9 ઘટી રૂ.269.3ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button