વ્યાપાર

એમસીએક્સ પર સોના-ચાંદીમાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.141 તેજ, ચાંદીનો વાયદો રૂ.725 નરમ

એમસીએક્સ પર સોના-ચાંદીમાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.141 તેજ, ચાંદીનો વાયદો રૂ.725 નરમ

કોટન-ખાંડી વાયદામાં રૂ.400ની નરમાઈઃ મેન્થા તેલ, નેચરલ ગેસમાં સુધારોઃ ક્રૂડ તેલમાં રૂ.50ની વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.11924.96 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.55218.26 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8630.28 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 20220 પોઈન્ટના સ્તરે

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.67144.54 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.11924.96 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.55218.26 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 20220 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.888.08 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8630.28 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.84460ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.84719 અને નીચામાં રૂ.84210ના મથાળે અથડાઈ, રૂ.84567ના આગલા બંધ સામે રૂ.141 વધી રૂ.84708ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.83 વધી રૂ.67774ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.7 વધી રૂ.8365ના ભાવે બોલાયો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.114 વધી રૂ.84090ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.95568ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.95790 અને નીચામાં રૂ.94749ના મથાળે અથડાઈ, રૂ.95965ના આગલા બંધ સામે રૂ.725 ઘટી રૂ.95240ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.668 ઘટી રૂ.95056ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.662 ઘટી રૂ.95034ના ભાવ થયા હતા.

બિનલોહ ધાતુઓમાં રૂ. 1319.65 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ફેબ્રુઆરી વાયદો રૂ.4.5 વધી રૂ.855.45ના ભાવ થયા હતા. જ્યારે જસત ફેબ્રુઆરી વાયદો રૂ.1.5 વધી રૂ.268.8ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો રૂ.1.45 વધી રૂ.256.4ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું ફેબ્રુઆરી વાયદો 40 પૈસા વધી રૂ.180.85ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 2012.61 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ.6247ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6294 અને નીચામાં રૂ.6235ના મથાળે અથડાઈ, રૂ.6230ના આગલા બંધ સામે રૂ.50 વધી રૂ.6280ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.49 વધી રૂ.6281ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.8.7 વધી રૂ.294.4ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.8.6 વધી રૂ.294.3ના ભાવે બોલાયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button