ધર્મ દર્શન
વેસુમાં છઠ પૂજાની ભવ્ય તૈયારી

વેસુમાં છઠ પૂજાની ભવ્ય તૈયારી
ગત વર્ષની જેમ આ વર્ષે પણ વેસુ વેલ્ફેર એસોસિએશન અને સુરત મહાનગરપાલિકાના સૌજન્યથી વેસુ સ્થિત રાવણ દહન ગ્રાઉન્ડ ખાતે કૃત્રિમ તળાવ બનાવી છઠ મૈયાની પૂજા અને 7 નવેમ્બરને ગુરુવારે સૂર્યાસ્ત અને 8 નવેમ્બરને શુક્રવારના રોજ સૂર્યોદય સમયે અર્ઘ્ય ચઢાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
વેસુ વેલ્ફેર એસોસીએશનના મનીષ જગનાનીએ જણાવ્યું હતું કે, વેસુ વેલ્ફેર એસોસીએશન અને મહાનગરપાલિકાના કાર્યકરોના સહયોગથી સતત બીજી વખત આ મહા મહોત્સવનું ખૂબ જ ટુંક સમયમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. વેસુમાં છઠ પૂજાની વ્યવસ્થા વેસુ, અલથાણ અને આસપાસના વિસ્તારના લોકોને સુવિધા પૂરી પાડશે.