ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ફ્લાવર શો રિવરફ્રન્ટ ખાતે ભારતીય સ્ટેટ બૅન્ક ના સ્ટોલની મુલાકાત લીધી

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ફ્લાવર શો રિવરફ્રન્ટ ખાતે ભારતીય સ્ટેટ બૅન્ક ના સ્ટોલની મુલાકાત લીધી
ભારતીય સ્ટેટ બૅન્ક દેશની સૌથી મોટી પીએસયુ બેંક હોવાના કારણે દરેક ભારતીયને સંતોષકારક રીતે સેવા આપવા માટે હંમેશા પ્રતિબદ્ધ છે અને દેશના નાગરિકોના વિકાસ અને લાભો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ પહેલોને પ્રોત્સાહન આપવામાં અને અમલ કરવામાં હંમેશા અગ્રેસર છે. દેશ ની ઉન્નતિ ના કાર્યો કરવા માટે વિવિધ સરકારી સત્તાવાળાઓ સાથે સંબંધ રાખવો અને કેળવવો એ ભારતીય સ્ટેટ બૅન્ક માટે હંમેશા સન્માનન અને ગૌરવ વાત છે.
આવીજ એક પહેલ ના ભાગ રૂપે ,ભારતીય સ્ટેટ બૅન્ક ની સ્થાનિક મુખ્ય કચેરી અમદાવાદ દ્વારા ફ્લાવર શો, રિવર ફ્રન્ટ, અમદાવાદ ખાતે સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે. ભારતીય સ્ટેટ બૅન્ક જણાવતા અતી સન્માનિત અને આનંદની લાગણી અનુભવે છે કે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી એ ભારતીય સ્ટેટ બૅન્ક ના સ્ટોલની મુલાકાત લીધી હતી જ્યારે તેઓ શ્રી એ ફ્લાવર શો નુ ઉદઘાટન તારીખ ૩૦.૧૨.૨૦૨૩ ના રોજ કર્યું હતું. બૅન્ક અધિકારી એ ભારતીય સ્ટેટ બૅન્ક ની વિવિધ ત્યા પ્રદર્શિત યોજનાઓ જેવી કે મુદ્રા લોન, પ્રધાનમંત્રી વીમા યોજના, ખેતીવાડી ધિરાણ, યોનો ડિજિટલ બૅન્કિંગ વગેરે વિશે ટૂંકમાં માહિતી મુખ્ય મંત્રી શ્રી ને આપી હતી. મુલાકાત બદલ મુખ્ય મંત્રી શ્રી નો ખૂબ આભાર માન્યો હતો.મુખ્યમંત્રી શ્રી ની શુભેચ્છા મુલાકાતે એસબીઆઇ સ્ટાફ નો ઉત્સાહ વધારી ને ખૂબ જ પ્રેરણા આપી છે.