ગુજરાત

નવા વર્ષ ૨૦૨૫ના પ્રારંભે ૧૦૮ એમ્બ્યુલન્સ, મોબાઈલ હેલ્થ યુનિટ, ૧૯૬૨ અને ૧૮૧ અભયમના કર્મચારીઓએ સંતોના આશીર્વાદ મેળવ્યા

નવા વર્ષ ૨૦૨૫ના પ્રારંભે ૧૦૮ એમ્બ્યુલન્સ, મોબાઈલ હેલ્થ યુનિટ, ૧૯૬૨ અને ૧૮૧ અભયમના કર્મચારીઓએ સંતોના આશીર્વાદ મેળવ્યા
વધુમાં વધુ જરૂરિયાતમંદ, છેવાડાના લોકો સુધી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ તત્પરતાથી પૂરી પાડવા માટે ઉત્સાહ વ્યક્ત કરતા EMRI ના કર્મચારીઓ
સુરત જિલ્લામાં EMRI GHS દ્વારા સંચાલિત ૧૦૮ એમ્બ્યુલન્સ, MHU (મોબાઈલ હેલ્થ યુનિટ), ૧૯૬૨ અને ૧૮૧ અભયમ હેલ્પલાઈન પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને નવા વર્ષ ૨૦૨૫ના પ્રારંભે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, અડાજણના સંતોએ આશીર્વચન આપ્યા હતા. નવા વર્ષમાં નવી ઉર્જા સાથે જનસેવા માટે કાર્યરત રહેવાના આશીર્વાદ પણ સંતોએ પાઠવ્યા હતા. તમામ કર્મચારીઓએ નવા વર્ષની સફળ શરૂઆત માટે સોનેરી સંકલ્પો લીધા હતા અને વધુમાં વધુ જરૂરિયાતમંદ, છેવાડાના લોકો સુધી વધુ શ્રેષ્ઠ-ઉમદા, ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ તત્પરતાથી પૂરી પાડવા માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં પ્રોગ્રામ મેનેજર શ્રી અભિષેક ઠક્કર, અંકિતભાઈ તેમજ EMRI GHSના અન્ય અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહી કર્મચારીઓને પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું અને વધુ પ્રભાવી સેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
-૦૦-

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button