કામરેજ તાલુકાના ખોલવડ ગામે વાસણની દુકાનમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ ઝડપાયું

કામરેજ તાલુકાના ખોલવડ ગામે વાસણની દુકાનમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ ઝડપાયું
સુરત જિલ્લાની એસઓજી પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે અ.હે.કો પ્રકાશ વાઘેલાને ખાનગી રાહે બાતમીના આધારે ખોલવડ ગોકુલનગરની શ્રી દેવ ગેસ સર્વિસ એન્ડ વાસણ ભંડારમાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ પ્રવૃતિ ઝડપી પાડી હતી. પોલીસે સ્થળ પરથી દુકાનના પારસમલ માંગુજી ગુર્જરને ઝડપી પાડી ગેસની ભરેલી, ખાલી બોટલ, ટેમ્પો સહિત અન્ય મળી કુલ 2.23 લાખનો મુદ્દામાલ કબજે કરી સુરતના વિજય, સુરેન્દ્ર તેમજ અજાણ્યા મોબાઇલ ધારક મળી ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા. એસઓજી પોલીસ સ્ટાફને મળેલી બાતમી આધારે ગોકુલનગર ખોલવડના સર્વિસ રોડ નજીક આવેલી શ્રી દેવ ગેસ સર્વિસ એન્ડ વાસણ ભંડારમાં રેઈડ કરી હતી. ગેરકાયદે ગેસ રિફિલિંગ પ્રવૃતિ માટે દુકાનની થોડે દૂર ગલીમાં ઊભો રાખેલો ગુજરાત ગેસના લખાણ વાળા ટેમ્પામાં ખાલી બોટલ મૂકી રાખતો. સુરતના સુરેન્દ્ર વિજય અને અજાણ્યા મોબાઇલ ધારક મ સહિત ગેસના ભરેલા પુરા પાડતા. છેલ્લા બે વર્ષથી કોઈ ફાયર સુવિધા વિના દુકાનની આડમાં ગેસ રિફિલિંગની પ્રવૃતિ ધમધમતી હતી. પોલીસે સ્થળ પરથી ગેસના ભરેલા, ખાલી બોટલ, ગેસ પાઇપ રેગ્યુલેટર, ઇલેક્ટ્રીક વજન કાંટા, ટાટા એસ ટેમ્પો નંબર જીજે15-બીઝેડ-8025 સહિત કુલ 2.23 લાખના મુદ્દામાલ સહિત પારસ માંગુજી ગુર્જરને ઝડપી પાડી ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા.