રક્ષાબંધનના તહેવાર સંદર્ભે ગુરુકુળના ૧૩૦૦ વિદ્યાર્થીઓએ વિશાળ કદની રાખડી રચી

રક્ષાબંધનના તહેવાર સંદર્ભે ગુરુકુળના ૧૩૦૦ વિદ્યાર્થીઓએ વિશાળ કદની રાખડી રચી
પરસ્પર પ્રેમ, આત્મિતા અને સમર્પણ ભાવ – કેળવાનું શીખવે છે રક્ષાબંધનનું પર્વ એમ આજે વેડ રોડ શ્રીસ્વામિનારાયણ ગુરુકુલમાં વિદ્યાર્થીઓને વાત કરતાં શ્રી પ્રભુ સ્વામીએ જણાવ્યુ હતુ.
|
વધુમાં તેઓશ્રીએ કહેલ કે કુંતાજીએ યુદ્ધ સમયે રક્ષા માટે અભિમન્યુને રાખડી બાંધી હતી. દેવો દાનવોના યુદ્ધ પ્રસંગે પતિની રક્ષા માટે સતીએ ઈન્દ્રને રક્ષાસૂત્ર બાંધેલ. લક્ષ્મીજીએ બલિરાજાને પોતાના ભાઈ માની તેમના કાંડે રક્ષા રક્ષાબંધન કર્યું અને ભગવાનને બલિરાજાના બંધનથી મુક્ત કર્યા, ત્યારથી ભાઈ બેનના પવિત્ર પર્વ તરીકે ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધન તહેવાર મનાવા લાગ્યો છે.
રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ સુરતના વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ રક્ષા – રાખડીની પ્રતિકૃતિ રચી પરસ્પર આત્મીયતાના દર્શન કરાવ્યા હતા.
આચાર્યશ્રી અરવિંદભાઈ ઠેસીયા સાહેબને કહ્યાનુસાર ધોરણ ૫ થી ૧૧ ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના ૧૩૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. | ૧૯૦ ટ ૭૫ ફુટની રાખડીના રચયિતા ‘શિક્ષકોશ્રી પીપળીયા જગદીશભાઈ, તથા પ્રજાપતિ શ્રી પ્રવિણભાઈના માર્ગદર્શન દ્વારા રક્ષા રચવામાં આવેલ.શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય અંગ્રેજી માધ્યમના આચાર્યશ્રી ધર્મેશભાઈ સલીયાએ આ માનવ આકૃતિરૂપ રક્ષા કૃતિ ગુરુકુલના મહંત ! સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી તથા વિદ્યાલયની સેવા સંભાળતા શ્રી ભક્તિતનયદાસજી સ્વામીના આશીર્વાદ સાથે દેશ માટે પોતાનું બલિદાન આપી રહેલા વીર જવાનો તથા પહેલગામના હુમલા પ્રસંગે પોતાના વહાલસોયાભાઈ ગુમાવેલ બહેનોને અર્પણ કરાવી હતી.