વ્યાપાર

નાણાકીય વર્ષ-25 માં એપીએએસઇઝેડએ 37% વધારા સાથે આજ સુધીનો સૌથી વિક્રમરુપ કર બાદનો રુ.11,061 કરોડનો નફો નોંધાવ્યો

નાણાકીય વર્ષ-25 માં એપીએએસઇઝેડએ 37% વધારા સાથે આજ સુધીનો સૌથી વિક્રમરુપ કર બાદનો રુ.11,061 કરોડનો નફો નોંધાવ્યો

 

શેર દીઠ રુ.૭.૦૦ ડિવીડન્ડની બોર્ડની ભલામણ

 

અમદાવાદ, ૧ મે ૨૦૨૫: અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ. (એપીએસઇઝેડ) એ 31 માર્ચ, 2025 ના રોજ પૂરા થતાં ક્વાર્ટર અને પૂરાનાણાકીય વર્ષના પરિણામો જાહેર કર્યા છે.

 

એપીએએસઇઝેડના પૂર્ણકાલિન ડાયરેક્ટર અને સી.ઇ.ઓ. શ્રી અશ્વની ગુપ્તાએ આ પરિણામો વિષે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 25 માં કર બાદના નફામાં અમારું વિક્રમરુપ પ્રદર્શન રહ્યું છે અને ₹ 11,000 કરોડના આંકને વટાવ્યો છે. અમારી એકીકૃત સંકલિત વિચારધારા તેની સતત અમલવારીનું પરિણામ અમે હેન્ડલ કરેલા 450 મિલીયન મેટ્રિક ટન કાર્ગોમાં પ્રતિબિંબિત થાય છે.

 

મુંદ્રા બંદરે 200 મિલીયન મેટ્રિક ટનથી લઈ ઝડપથી વિઝિંન્મ 100,000 TEUs પ્રાપ્ત કરવા સુધી અને NQXT અને એસ્ટ્રો ઓફશોરના વ્યૂહાત્મક હસ્તાંતરણ સુધીના પ્રત્યેક સિમાચિહ્નો અમોને વિશ્વના સૌથી મોટા બંદરો અને લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ બનવા માટેની કંપનીની લાંબા ગાળાની દ્રષ્ટિને પ્રતિબિંબિત કરે છે. મજબૂત ફંડામેન્ટલ્સ, ઉદ્યોગ પ્રેરીત ઇએસજી રેટિંગ્સ અને અવિરત ઉત્કૃષ્ઠ કામગીરી પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે અમે નાણા વર્ષ-26માં પણ વધુ સારી ગતિવિધી માટે સંગીન સ્થિતિમાં છીએ.

 

નાણાકીય વર્ષ 25માં આવક, એબિડ્ટા અને કર બાદના નફામાં અનુક્રમે 16%, 20%અને 37%નો વધારો થયો છે સમીક્ષાના સમાન સમયમાં આવક અને એબિડ્ટાએ ગાઇડન્સને પણ વટાવ્યો છે.આ સમય દરમિયાન બહુવિધ વ્યૂહાત્મક લક્ષ્યો હાંસલ કર્યા છે. જેમાં ગોપાલપુરનું હસ્તાંતરણ પૂર્ણ થયેલ છે અને વિઝિંજામ અને કોલંબો બંદરમાં કામકાજ શરૂ કર્યું છે. બોર્ડે વાર્ષિક 50 મિલીયન મેટ્રિક ટન ક્ષમતાના ઓસ્ટ્રેલિયાના NQXTના સંપાદનને મંજૂરી, કોલકત્તા પોર્ટ ખાતે O&M ઓપરેશન્સનો આરંભ, દીનદયાળ પોર્ટમાં બર્થ નં. ૧૩ના વિકાસ માટે કન્સેસન એગ્રીમેન્ટ હાંસલ કરવા અને એસ્ટ્રો ઓફશોરના હસ્તાંતરણ સામેલ છે. નાણાકીય વર્ષ -25 માટે, એપીએસઇઝેડના બોર્ડે શેર-દીઠ ₹ 7 ડિવિડન્ડની ભલામણ કરી છે.

 

અત્યાર સુધીનું સૌથી ઉંચુ 450 મિલીયન મેટ્રિક ટન કાર્ગો વોલ્યુમ હાંસલ કરવા સાથે એક જ વર્ષમાં 200 મિલીયન મેટ્રિક ટન પાર કરનાર મુંદ્રા ભારતનું પ્રથમ બંદર બન્યું છે. અસ્ક્યામતમાં અભિવૃધ્ધિ, કન્ટેનર અને બલ્ક કાર્ગો વોલ્યુમમાં વૃધ્ધિ, ટ્રકીંગ અને સંકલિત ફ્રેઇટ નેટવર્ક સેવાઓના કારણે લોજિસ્ટિક્સની આવકમાં 39% વધારો થયો છે. દરિયાઇ સેવાઓની આવકમાં બે વર્ષમાં 3X વધારો કરવા લક્ષ્ય છે. નાણાકીય વર્ષ-25 એબિડ્ટાને ચોખ્ખું દેવું 1.9x ( નાણા વર્ષ-24 માં 2.3x) રોકડ અનામત રુ.8,991 કરોડ રહી છે

 

નાણાકીય વર્ષ 26 માં મજબૂત વૃદ્ધિ. માર્ગદર્શીત આવક અને એબિડ્ટા અનુક્રમે, રુ.36,000-38,000 કરોડ અને રુ.21,000- 22,000 કરોડ થવા અંદાજ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button