વિઘ્હનર્તાને વિદાય, વિસર્જન નિર્વિઘ્ને સંપન્ન

વિઘ્હનર્તાને વિદાય, વિસર્જન નિર્વિઘ્ને સંપન્ન
વિસર્જન યાત્રાના માર્ગો ગણપતિ બાપ્પા મોરિયા, પુઢચ્યા વર્ષી લવકર યા ના નાદથી ગૂંજ્યા
પૂજા અર્ચનામાં જાણ્યે અજાણ્યે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તમે માફ કરજા એવી વિનંતી અને આવતા વરસે જલદી આવજા એવા આમંત્રણ સાથે આજે દુંદાળા દેવને સ્વસ્થાને જવા વિદાય આપતા શ્રદ્ધાળુઓની આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા. શહેરમાં વહેલી સવારથી ગણપતિ બાપ્પા મોરયા, પુઢચ્યા વર્ષી લવકર યા ના નાદ સાથે વિસર્જન યાત્રાની શરૂઆત થઇ હતી. વરિયાવી બજારની ઘટના બાદ પોલીસે ગોઠવેલા ચુસ્ત બંદોબસ્તના પગલે વિÎનહર્તા દેવની વિસર્જન યાત્રા નિર્વિÎને સંપન્ન થઈ હતી.વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ સંપન્ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
દુંદાળા દેવ સુરતીઓના પ્રાણ પ્યારા છે. સુરતીઓ જે ધામધૂમથી આરાધ્ય દેવનો ઉત્સવ ઉજવે છે એનો કોઇ જાટો જડે એમ નથી. શહેરમાં એક લાખથી વધુ પ્રતિમાઓની સ્થાપના થવું એ વાતનું પ્રમાણ છેકે, સુરતીઓ આ ઉત્સવ પાછળ કેટલા ઘેલા છે. શહેરમાં ગલી ગલીએ શ્રીજીના પંડાળો બનાવી પૂજન અર્ચન કરાયું હતું. દસ દિવસ સુધી દુંદાળા દેવની પૂજા અર્ચના કર્યા બાદ તેમને વિદાય આપવાની વસમી વેળા આવી ગઇ હતી.
અનંત ચતુર્દશીએ વિસર્જન કાર્ય શાંતિ અને સલામતીના વાતાવરણમાં સંપન્ન થાય એ માટે તંત્રએ એડી ચોટીનું જાર લગાવી દીધું હતું. વરિયાવી બજાર, સૈયદપુરાની ઘટના બાદ ઊભા થયેલા તંગદીલી વાતાવરણ વચ્ચે કોઇ અનિચ્છનીય ઘટના ન ઘટે એની તકેદારી માટે ૧૫૦૦૦ જવાનો અને અધિકારીઓ તહેનાત કરી દેવાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ૨૩ કૃત્રિમ તળાવ અને ત્રણ ઓવારાઓ પરથી વિસર્જન કાર્ય શરૂ કરાયું હતું. રાજમાર્ગ ભાગળ ચાર રસ્તા પાસે દરેક ધર્મ સંપ્રદાયના અગ્રણીઓ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ હાજર રહી વિસર્જન કાર્ય શાંતિપૂર્ણ સંપન્ન થાય એની અપીલ કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પોલીસ કમિશનર, અનુપમસિંહ ગેહલોત અને મ્યુ. કમિશનર શાલીની અગ્રવાલે શહેરના જુદા જુદાના વિસ્તારોના કૃત્રિમ તળાવ અને ત્રણેય ઓવારે જઈ વિસર્જન કાર્યનો તાગ મેળવ્યો હતો.
નવ ફૂટથી નાની મૂર્તિઓને કૃત્રિમ તળાવોમાં પ્રતિકાત્મક વિસર્જન સાથે એકઠી કરવામાં આવી હતી. હવે આ મૂર્તિઓનું દરિયામાં પુનઃ વિસર્જન કરવામાં આવશે. નવ ફૂટથી ઉંચી પંદર ફૂટથી ઉંચી પ્રતિમા ઉમરા અને ડુમસ ઓવારે લઇ જવાઇ હતી. જ્યારે પંદર ફૂટથી ઉંચી પ્રતિમાઓના વિસર્જનની વ્યવસ્થા હજીરા ઓવારે કરાઇ હતી. આ રીતે ગોઠવાયેલી વ્યવસ્થાને કારણે વિસર્જન કાર્ય સવારથી જ સરળ રીતે શરૂ કરી શકાયું હતું. ભાગળ ચાર રસ્તાથી પાલ હજીરા રોડ પર વિસર્જન યાત્રાની અનોખી રોનક જાવા મળી હતી. બપોર બાદ પાલ હજીરા રોડ ઉપર વિશાળકાય પ્રતિમાઓની લાંબી લાઇન લાગી હતી. જાકે ઠેર ઠેર ગોઠવાયેલી પોલીસના નિયંત્રણને કારણે વિસર્જન વહેલુ સંપન્ન થયું હતું. જ્યારે મગદલ્લા, ડુમસ અને હજીરા ઓવારે વહેલી સવાર સુધી વિસર્જન કાર્ય ચાલ્યું હતું.