વલસાડમાં એન.ડી.આર.એફ.ના જવાનોએ ગાયત્રી પરિવારની બહેનોએ સાથે રક્ષાબંધન પર્વ ઉજવ્યો
વલસાડમાં એન.ડી.આર.એફ.ના જવાનોએ ગાયત્રી પરિવારની બહેનોએ સાથે રક્ષાબંધન પર્વ ઉજવ્યો
વલસાડ જિલ્લામાં ચોમાસા દરમિયાન પૂર કે આપત્તિના સમયે ત્વરિત બચાવ અને રાહત કામગીરી થઈ શકે તે માટે સરકાર દ્વારા એન.ડી.આર.એફ.ના ૩૮ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. રક્ષાબંધનના પર્વે તેઓ પરિવારથી દૂર હોય પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી પ્રેરિત ગાયત્રી પરિવારના સ્વયંસેવકો દ્વારા તિથલ રોડ પર ઈચ્છાબા અનાવિલ સમાજની વાડી ખાતે રક્ષાબંધન પર્વ ઉજવવામાં આવ્યો હતો.
ગાયત્રી પરિવારના પદ્મા દેસાઈ અને શૈલજા દેસાઈએ ભાવસંવેદના વ્યક્ત કરી વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે જવાનોને રાખડી બાંધતા ભાવુકતાસભર દ્રશ્યો સર્જાયા હતા. રક્ષા બંધન પર્વ નિમિત્તે એનડીઆરએફ ટીમના હેડ રમેશ કુમારે આ આયોજન બદલ ધન્યવાદ આપી કહ્યું કે, આ પ્રસંગ જીવનભર યાદ રહેશે. રક્ષાબંધનની આ રક્ષા ભારતની તમામ બહેનોની તરફથી એક અમૂલ્ય ભેટ છે. આ ઉજવણીમાં કિર્તન દેસાઈ અને કલ્પેશ દેસાઈ પણ વિશેષ જોડાયા હતા.