ક્રાઇમ
જૂનાગઢના જે.કે. સ્વામીને સામે વધુ એક છેતરપિંડીનો ગુન્હો દાખલ

Junagadh News: જૂનાગઢના જાણીતા વેપારી જય કૃષ્ણ સ્વામી, જેમણે J.K. સ્વામીના નામથી ઓળખ્યા છે, સામે વધુ એક છેતરપિંડીનો ગુન્હો નોંધાયો છે. આ વખતે સુરતના વોર્ડ નંબર 22 ના કોર્પોરેટર હિમાંશુ રાઉલજી અને પાણી સમિતિના ચેરમેન સાથે છેતરપિંડીના આક્ષેપ લગાવાયા છે.
જણવામાં આવ્યું છે કે સ્વામી અને તેમની ટોળકીે રિઝા ગામે સ્વામિનારાયણ મંદિર અને ગુરુકુળના પ્રોજેક્ટ માટે 700 વીઘા જમીન ખરીદી કરવાના નામે 1 કરોડ રૂપિયા પડાવ્યા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચમાં આ મામલે ગુન્હો નોંધાયો છે, જેમાં સુરેશ શાર્દુલ, ભરત પટેલ, અમિત પંચાલ, રમેશ પંચાલ, પાર્થ ઉર્ફે મન્સૂર અને મૌલિક પરમારનો સમાવેશ થાય છે.