નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપી ટ્રાફિક પોલીસ સ્ટેશન અને સરીગામ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ

નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપી ટ્રાફિક પોલીસ સ્ટેશન અને સરીગામ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ
વાપી ટ્રાફિક પોલીસ સ્ટેશન બનવાથી શહેરમાં ટ્રાફિક સમસ્યાઓ હળવી થશે : કનુભાઈ

નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વાપી મહાનગરપાલિકા વિસ્તારના નવા ટ્રાફિક પોલીસ સ્ટેશન અને સરીગામ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. આ પોલીસ સ્ટેશનો વલસાડ જિલ્લાના ૧૬મા અને ૧૭મા પોલીસ સ્ટેશનો બન્યા છે. વાપી ટ્રાફિક પોલીસ સ્ટેશન ગુજરાતમાં ચાર મહાનગરો સિવાય ગુજરતનું સામાન્ય શહેરમાં પહેલું ટ્રાફિક પોલીસ સ્ટેશન છે. આ ટ્રાફિક પોલીસ સ્ટેશન કાર્યરત થવાથી વાપી શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ વધુ સુવ્યવસ્થિત થશે.
લોકાર્પણ પ્રસંગે મંત્રીશ્રીએ તમામને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, આપણા સમગ્ર વિસ્તારમાં શાંતિ સ્થપાયેલી રહે છે, તે પોલીસ તંત્રની સજાગતાને આભારી છે. નવી ટેકનોલોજીના ઉપયોગથી પોલીસ તંત્ર ખુબ જ સારૂં કાર્ય કરી રહ્યું છે. વાપી ટ્રાફિક પોલીસ સ્ટેશન બનવાથી શહેરમાં ટ્રાફિક સમસ્યાઓ હળવી થશે. સાથે સાથે સરીગામ ખાતે પોલીસ સ્ટેશનની પણ જૂની માંગ પુરી થતા સરીગામમાં કાયદો અને વ્યવસ્થા સારે રીતે જળવાશે. મંત્રીશ્રીએ મહાનુભાવો સાથે પોલીસ સ્ટેશનની મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું અને કામગીરી પ્રક્રિયા જાણી હતી.
આ પ્રસંગે સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમવીર સિંઘે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી યુવરાજસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કરી સૌને અવકાર્યા હતા. નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.એન.દવેએ આભાર વિધિ કરી હતી.
કાર્યક્રમમાં ઉમરગામ ધારાસભ્યશ્રી રમણલાલ પાટકર, ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, કપરાડા ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી, કલેક્ટરશ્રી ભવ્ય વર્મા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, વીઆઈએ પ્રમુખ સતીશ પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી સોનલ સોલંકી, તાલુકા અને શહેર સંગઠનના પ્રમુખ પુનિત પટેલ, સમય પટેલ અને મનીષ દેસાઈ, વલસાડ નાયબ પોલીસ અધિક્ષક એ.કે.વર્મા, નાયબ પોલીસ અધિક્ષક ભાર્ગવ પંડ્યા, ટ્રાફિક પોલીસ ઈન્સ્પેક્ટર મયુર પટેલ સહિત પોલીસ તંત્રના અધિકારી – કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



