સેમસંગ દ્વારા સ્માર્ટથિંગ્સ પાવર્ડ ‘કસ્ટમાઈઝ્ડ કૂલિંગ’ રજૂ કરાયું: ઈન્ટેલિજન્ટ, ઓટોમેશન, સુધારિત ઊર્જા કાર્યક્ષમતા અને આરામદાયક નિદ્રા વાતાવરણ પ્રદાન કરે છે

સેમસંગ દ્વારા સ્માર્ટથિંગ્સ પાવર્ડ ‘કસ્ટમાઈઝ્ડ કૂલિંગ’ રજૂ કરાયું: ઈન્ટેલિજન્ટ, ઓટોમેશન, સુધારિત ઊર્જા કાર્યક્ષમતા અને આરામદાયક નિદ્રા વાતાવરણ પ્રદાન કરે છે
સેમસંગ સ્માર્ટથિંગ્સ દ્વારા સ્માર્ટ એર કંડિશનર્સ અને સ્માર્ટ ફેન્સને સિન્ક્રોનાઈઝ કરવા માટે આધુનિક અલ્ગોરીધમનો ઉપયોગ કરીને મહત્તમ ટેમ્પરેચર કંટ્રોલ અને સુધારિત ઊર્જા કાર્યક્ષમતા સાથે આરામદાયક ઘરનું વાતાવરણ નિર્માણ કરાયું.
ગુરુગ્રામ, ભારત, 1લી માર્ચ, 2025: સમરની અનિદ્રાયુક્ત રાત્રિઓનો સંઘર્ષ આખરે પૂરો થયો છે. ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા તેના નવીનતમ ઈનોવેશન ‘કસ્ટમાઈઝ્ડ કૂલિંગ’ સાથે હોમ કૂલિંગમાં નવો દાખલો બેસાડવામાં આવ્યો છે. આ અનોખું ફીચર સેમસંગના સ્માર્ટ એર કંડિશનર્સને ડબ્લ્યુડબ્લ્યુએસટી (વર્કસ વિથ સ્માર્ટથિંગ્સ) સર્ટિફાઈડ ફેન્સ અને સ્વિચીસ સાથે સિન્ક્રોનાઈઝ કરીને ઊર્જા કાર્યક્ષમતા મહત્તમ બનાવીને બેસુમાર આરામ પ્રદાન કરે છે.
આપણે સવારે ઊઠીએ ત્યારે થાકેલા કેમ મહેસૂસ થાય છે? નિદ્રા અને કૂલિંગ પાછળનું વિજ્ઞાન
ભારતની વીજળીની માગણી વાર્ષિક 6-7 ટકાથી વધી રહી છે, જે ઉનાળાના મહિનાઓમાં એર કંડિશનર્સના વધુ ઉપયોગથી પ્રેરિત હોય છે (IEA Report). આમ છતાં ઘણા બધા પરિવારો આરામ માટે હજુ પણ એર કંડિશનર્સ અને પંખાઓ પર આધાર રાખે છે.
વાસ્તવમાં સેમસંગના ગ્રાહક અનુભવ અધ્યયનમાં એવું બહાર આવ્યું છે કે મોટા ભાગના ભારતીય ઘરોમાં કમસેકમ ત્રણ પંખા હોય છે, જે રોજના જીવનમાં આ ડિવાઈસીસ દ્વારા ભજવવામાં આવતી મહત્ત્વની ભૂમિકા આલેખિત કરે છે. ઉપરાંત 50 ટકા ભારતીય ગ્રાહકો બંને સાગમટે ઉપયોગ કરે છે, જેથી રૂમ વધુ પડતો ઠંડો થવા પર એસી બંધ કરીને રાતભર સેટિંગ્સનું વારંવાર સમાયોજન કરે છે અથવા રૂમ ગરમ થવા પર ફરી એસી ચાલુ કરે છે.
આ સતત સમાયોજનને કારણે નિદ્રામાં અવરોધ પેદા થવા સાથે ઊર્જાનો ઉપભોગ પણ ઉચ્ચ થાય છે અને અસ્વસ્થતા પેદા થાય છે. આ પડકારોને ધ્યાનમાં લેતાં સેમસંગદ્વારા ‘કસ્ટમાઈઝ્ડ કૂલિંગ’ રજૂ કરવામાં આવ્યું છે, જે એર કંડિશનર્સની 2025 બીસ્પોક એઆઈ રેન્જમાં સ્માર્ટથિંગ્સ- પાવર્ડ સમાધાન હોઈ રાતભર અને દિવસ દરમિયાન પણ એકધારી રીતે આરામદાયક તાપમાન આપોઆપ જાળવી રાખે છે અને મેન્યુઅલ સમાયોજન કરવાની પણ જરૂર રહેતી નથી.
આ સરળ ઈન્ટીગ્રેશન સેમસંગનાં સ્માર્ટ એસીને સ્માર્ટથિંગ્સ- સર્ટિફાઈડ પંખા અને સ્વિચીસ સાથે સિન્ક્રોનાઈઝ કરે છે, જેથી ઘટનાં વીજ બિલો સાથે બહેતર આરામની ખાતરી રાખે છે.
“સેમસંગમાં અમે માનીએ છીએ કે અસલી આરામ કૂલિંગની પાર જાય છે. તે ઈન્ટેલિજન્ટ, પર્સનલાઈઝ્ડ અનુભવો વિશે છે, જે ઉપભોક્તાની જરૂરતોને અપનાવે છે. ભારતીય ગ્રાહકો મોટે ભાગે ખાસ કરીને રાત્રે આરામદાયક રહેવા માટે એસી અને પંખાના સંયોજન પર આધાર રાખે છે. કસ્ટમાઈઝ્ડ કૂલિંગ સાથે અમે સ્માર્ટથિંગ્સ- સર્ટિફાઈડ પંખા અને સ્વિચીસ સાથે એસીની 2025 બીસ્પોક એઆઈ રેન્જ સહજ રીતે સંચાલન કરીને વારંવાર સમાયોજનની ઝંઝટ દૂર કરી છે. આથી મનની શાંતિ, ઊર્જા કાર્યક્ષમતા અને એકધાર્યો આરામ મળે છે,’’ એમ સેમસંગ ઈન્ડિયાનાં ડિજિટલ એપ્લાયન્સીસના વાઈસ પ્રેસિડેન્ટ ગુફરાન આલમે જણાવ્યું હતું.
ઉપરાંત ફીચર નિદ્રા મહત્તમ મળે તે રીતે તૈયાર કરાયું હોઈ આરામ અથવા ઊર્જા બચત સાથે બાંધછોડ વિના દિવસભર આરામદાયક રહેવા માટે પણ તેટલું જ ઉપયોગી છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
સ્માર્ટ, ઊર્જા કાર્યક્ષમ અને સક્ષમ
કસ્ટમાઈઝ્ડ કૂલિંગ વિશિષ્ટતા મેન્યુઅલ સમાયોજનની ઝંઝટ દૂર કરે છે, જેથી રાત્રે સંતુલિત અને આરામદાયક ઊંઘ મળવાની ખાતરી રહે છે. તે આપોઆપ આસપાસના વાતાવરણને અપનાવીને સિંકમાં પંખો અને એસીના સેટિંગ્સને સમાયોજિત કરે છે, જેથી રાત્રે નિદ્રા દરમિયાન અથવા દિવસના કોઈ પણ સમયે વીજ ઉપભોગ ઓછો કરીને રૂમનું આરામદાયક વાતાવરણ જાળવી રાખે છે.
સ્માર્ટથિંગ્સ એનર્જી સર્વિસમાં ઉપલબ્ધ ‘કસ્ટમાઈઝ્ડ કૂલિંગ’ વિશિષ્ટતા આરામ અને સક્ષમતાની પણ ખાતરી રાખે છે. આ વિશિષ્ટતા ડબ્લ્યુડબ્લ્યુએસટી- સર્ટિફાઈડ સ્માર્ટ ફેન્સ અને સ્માર્ટ સ્વિચીસ સાથે અભિમુખ છે, જેથી ઉપભોક્તાઓ આસાનીથી તેમનાં સ્માર્ટ ઘરોમાં તેને ઈન્ટીગ્રેટ કરી શકે છે.
આ ઈન્ટીગ્રેટેડ સ્માર્ટથિંગ્સ અનુભવ સાથે સેમસંગે ગ્રાહકો હોમ કૂલિંગ જે રીતે અનુભવે છે તેમાં પરિવર્તન લાવી દીધું છે. આરામદાયક નિદ્રાની ખાતરી રાખવી હોય કે દિવસ દરમિયાન સ્માર્ટ આરામ પૂરો પાડવો હોય, એસી અને પંખાના સેટિંગ વચ્ચે સંઘર્ષ આખરે પૂરો થયો છે, કારણ કે ટેકનોલોજી તમારે માટે કામ કરે ત્યારે આરામ આસાનીથી આવે છે!
સ્માર્ટથિંગ્સ વિશે