Uncategorized

સુરત શહેર-જિલ્લાના નવ વિધાનસભા વિસ્તારોના ૨,૮૮૨ મતદાન મથકો ઉપર ‘Know Your Polling Station’ કેમ્પેઈન યોજાયુ

સુરત શહેર-જિલ્લાના નવ વિધાનસભા વિસ્તારોના ૨,૮૮૨ મતદાન મથકો ઉપર ‘Know Your Polling Station’ કેમ્પેઈન યોજાયુ

મતદાન માટેના નિશ્ચિત પોલિંગ સ્ટેશનની જાણકારી મતદારો માટે ઉપયોગી બની

૨૩,૦૦૦ થી વધુ મતદારોએ મતદાન મથકોની મુલાકાત લઈ મતદાર યાદીમાં નામ, ક્રમની ચકાસણી કરી પોલીંગ સ્ટેશનની જાણકારી મેળવી

સુરત:સોમવાર: ‘Know Your Polling Station’ કેમ્પેઈન અંતર્ગત સુરત શહેર-જિલ્લાના નવ વિધાનસભાના ૨,૮૮૨ મતદાન મથકો પર મતદારોને મૂંઝવતી બાબતે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. આગામી તા.૭મીએ જ્યાં મતદાન યોજવાનું છે એવા સુરત જિલ્લાની ૯ – વિધાનસભા મતવિસ્તારો કે જે બારડોલી અને નવસારી સંસદીય ક્ષેત્રમાં સમાવિષ્ટ છે, જેમાં ૧૫૬, માંગરોળ, ૧૫૭-માંડવી, ૧૫૮- કામરેજ, ૧૬૩-લિંબાયત, ૧૬૪-ઉધના, ૧૬૫-મજુરા, ૧૬૮-ચોર્યાસી, ૧૬૯-બારડોલી અને ૧૭૦-મહુવા વિધાનસભા ખાતે “Know Your Polling Station” (KYPS)-‘તમારા મતદાન મથકને જાણો’ અભિયાન યોજાયું હતું.

નવ વિધાનસભા મતવિસ્તારમાં માંગરોળમાં ૨૫૪ મતદાન મથક, માંડવીમાં ૨૯૧ મતદાન મથક, કામરેજમાં ૫૦૫, લિંબાયતમાં ૨૬૮, ઉધનામાં ૨૪૩, મજુરામાં ૨૫૧, ચોર્યાસીમાં ૫૩૫, બારડોલીમાં ૨૭૬ તેમજ મહુવામાં ૨૫૯ મતદાન મથક મળીને કુલ ૨,૮૮૨ મતદાન મથકો ઉપર ‘Know Your Polling Station’ કેમ્પેઈન યોજાયું હતું. જેમાં કુલ ૨૩૦૦૦ થી વધુ મતદારોએ મતદાન મથકની મુલાકાત લઈ જરૂરી જાણકારી મેળવી હતી. મતદાન મથકના સ્થળનો ખ્યાલ ન હોવાના કારણે અથવા તો મતદાન માટે જરૂરી ઓળખના પૂરાવા અને એકથી વધુ પોલિંગ સ્ટેશન ધરાવતા પોલિંગ સ્ટેશન લોકેશન પર કયા મતદાન મથકમાં મતદાન માટે જવાનું છે તેની જાણકારીના અભાવે ઘણા મતદારો મતદાન મથકે મૂંઝવણ અનુભવતા હોય છે, ત્યારે આ માટે સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરાયેલા ‘Know Your Polling Station’ કેમ્પેઈનના અંતર્ગત આ પ્રકારની મતદારોની તમામ મૂંઝવણો બુથ લેવલ ઓફિસર, સહિતના કર્મચારીઓ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા. મતદારોએ મતદાન મથકોની મુલાકાત લઈ મતદાર યાદીમાં નામ, ક્રમની ચકાસણી કરી પોલીંગ સ્ટેશનની જાણકારી મેળવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button