કૃષિ

ખાવડા IV (સી) લિમિટેડ દ્વારા દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સમર્પિત ટોલ-ફ્રી હેલ્પલાઇન ‘સંવાદ’નો પ્રારંભ

ખાવડા IV (સી) લિમિટેડ દ્વારા દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સમર્પિત ટોલ-ફ્રી હેલ્પલાઇન ‘સંવાદ’નો પ્રારંભ
અમાધરા ગામ, ગુજરાત, 9 એપ્રિલ 2026: સમુદાય સાથે સક્રિય જોડાણ અને ખેડૂતોના કલ્યાણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા, ખાવડા IV C પાવર ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા ‘સંવાદ’ નામની સમર્પિત ટોલ-ફ્રી હેલ્પલાઇનની શરૂઆત કરવામાં આવી છે. આ પહેલનો ઉદ્દેશ સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ખેડૂતોના જમીન અને પ્રોજેક્ટ સંબંધિત પ્રશ્નો અને ચિંતાઓનું નિરાકરણ લાવવાનો છે.
આ પહેલનો સત્તાવાર પ્રારંભ અમાધરા ગામ ખાતે સ્થાનિક ખેડૂતોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો, જેમાં ખેતી કરતી મહિલાઓએ આગેવાની લઈ કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો. આ પહેલ સમાનતા, તળિયાના સ્તરે ભાગીદારી અને સમુદાયમાં વિશ્વાસ વધારવાનું પ્રતીક છે.
‘સંવાદ’ પહેલ અંતર્ગત હવે ખેડૂતો જમીન સંબંધિત મુદ્દાઓ, ટ્રાન્સમિશન કામ માટે જમીનના ઉપયોગ, વળતર અને વાજબી મૂલ્યાંકન તેમજ અન્ય કોઈપણ પ્રોજેક્ટ સંબંધિત પ્રશ્નો માટે સીધો સંપર્ક કરી શકશે.
સરળ અને સુલભ સંપર્ક માટે સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના ખેડૂતો માટે ખાસ ટોલ-ફ્રી નંબર 18003095501 શરૂ કરવામાં આવ્યો છે. કંપનીએ વધુમાં ખાતરી આપી છે કે આ પ્લેટફોર્મ દ્વારા મળતી તમામ ફરિયાદો અને પ્રશ્નોનું નિરાકરણ 48 કામકાજના કલાકોમાં કરવામાં આવશે, જે સમયસર, પારદર્શક અને ખેડૂત કેન્દ્રિત સેવાઓ પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
આ પહેલ અંગે વાત કરતા, નવસારી અને વલસાડ માટેના પ્રોજેક્ટ હેડ શ્રી કંદર્પ પાંડે જણાવ્યું હતું કે, “સંવાદ’ માત્ર હેલ્પલાઇન નથી, પરંતુ અમારી અને ખેડૂત સમુદાય વચ્ચે વિશ્વાસનું એક મજબૂત સેતુ છે. અમે સમજીએ છીએ કે ખાસ કરીને ખેડૂતો માટે સ્પષ્ટતા અને સમયસર માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પહેલ દ્વારા અમે સાચી માહિતી પૂરી પાડવા, પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા અને દરેક હિતધારકને સાંભળવામાં આવે તેવી ખાતરી આપવા પ્રયત્નશીલ છીએ.”
શ્રી કુમાર ગૌરવ, પ્રોજેક્ટ હેડ, ખાવડા–સુરતએ જણાવ્યું હતું કે, “આ ટોલ-ફ્રી હોટલાઇનની શરૂઆત પ્રોજેક્ટના લાભાર્થીઓ સાથે વિશ્વાસ અને પારદર્શિતા મજબૂત બનાવવાના મહત્વપૂર્ણ પગલા રૂપે છે. આ સમર્પિત હેલ્પલાઇન દ્વારા અમે જમીન, વળતર અને પ્રોજેક્ટ સંબંધિત દરેક મુદ્દાને સાંભળવા, યોગ્ય રીતે ઉકેલવા અને ઝડપથી નિવારણ લાવવા માટે પ્રતિબદ્ધ છીએ. વિકાસ સાથે આગળ વધતાં અમે લોકોની જીવિકાનો માન રાખીને અને તમામ હિતધારકો સાથે લાંબા ગાળાના સંબંધો નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.” આ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા અમાધરા ગામના સરપંચ શ્રી કલપેશભાઇ પટેલ એ જણાવ્યું હતું કે, “આ અમારા ખેડૂતો માટે ખૂબ જ સરાહનીય અને અનોખી પહેલ છે. હવે ખેડૂતો સીધા પોતાના પ્રશ્નો પુછી શકશે અને કોઈપણ ગેરમાર્ગે દોરતી માહિતી વિના યોગ્ય માર્ગદર્શન મેળવી શકશે. આવી પહેલો તળિયાના સ્તરે ખરેખર બદલાવ લાવે છે.”
ખાવડા IV C પાવર ટ્રાન્સમિશન લિમિટેડ હાલમાં સાઉથ ઓલપાડ (જીઆઇએસ) થી બોઈસર-II (જીઆઇએસ) સુધીનો 258 કિમી લાંબો, 765 કિલોવૉટ ડબલ સર્કિટ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ વિકસાવી રહી છે, જે ભારતના રાષ્ટ્રીય વીજ ગ્રીડને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ પ્રોજેક્ટ દેશના 2030 સુધીમાં 500 ગીગાવોટ નોન-ફોસિલ ફ્યુઅલ એનર્જી ક્ષમતા હાંસલ કરવાની મહત્ત્વાકાંક્ષી લક્ષ્યને ટેકો આપે છે. આ સાથે, કંપની ‘સંવાદ’ જેવી સમુદાય કેન્દ્રિત પહેલો દ્વારા સામાજિક જવાબદારી નિભાવતી રહે છે, જેથી વિકાસ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં દીર્ઘકાલીન સકારાત્મક અસર પણ સર્જાય શકે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button