ફ્રિડમ ડે કેર સેન્ટર ધોળકા મુકામે ચિત્ર સ્પર્ધા યોજાઇ

ફ્રિડમ ડે કેર સેન્ટર ધોળકા મુકામે ચિત્ર સ્પર્ધા યોજાઇ
ફ્રિડમ ડે કેર સેન્ટર ધોળકા મુકામે ગ્લોબલ એસોસિએશન ફોર કોર્પોરેટ સર્વિસીસ (GACS) ગુજરાત ચેપ્ટર વતી 26 જાન્યુઆરી પ્રજસત્તાક દિવસ નિમિત્તે બાળકોને ચિત્ર સ્પર્ધા યોજાઇ દરેક સ્પર્ધકોને ગીફ્ટ આપવામાં આવી.
ન્યુ વે એજ્યુકેશનલ ઍન્ડ રૂરલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ સંચાલિત ફ્રિડમ કેર સેન્ટર ધોળકા મુકામે તા 25/01/2025 ને શનિવારના રોજ સવારે 11 કલાકે પ્રજાસતાક પર્વની ઉજવણીના ભાગરૂપે ગ્લોબલ એસોસિએશન ફોર કોર્પોરેટ સર્વિસીસ (GACS) ગુજરાત ચેપ્ટર વતી, લીડર્સ પ્રદીપ પિલ્લઈ, ગૌરવ ત્રિખા અને જોસેફ એમ્બ્રોઝ અને કુ. જ્યોતિપ્રિયા દ્વારા સંસ્થાનાં બાળકોને બાળકોને ચિત્ર સ્પર્ધા કરાવવામાં આવી તથા બાળકોને ટ્રાવેલ બેગ અને પાણીની બોટલ આપવામાં આવી. ઉપરોકત મહાનુભાવોનું પુષ્પ આપી સન્માન બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું.સંસ્થા પ્રમુખ શ્રી ભાવિન પરમાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
00000