ગુજરાત
“મસ્તી એક્સપ્રેસ 2026” પિકનિકનું આયોજન થયું

“મસ્તી એક્સપ્રેસ 2026” પિકનિકનું આયોજન થયું

અગ્રવાલ પ્રગતિ ટ્રસ્ટ મહિલા શાખા દ્વારા નવા વર્ષ નિમિત્તે સોમવારે “મસ્તી એક્સપ્રેસ 2026” પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા શાખાના અધ્યક્ષા મનીષા કજારિયાએ જણાવ્યું હતું કે, આ પિકનિકમાં 400થી વધુ મહિલાઓ કામરેજ સ્થિત રિસોર્ટ પર પહોંચી હતી. પિકનિક દરમિયાન મહિલાઓએ ડાન્સ, હાઉસી, મ્યુઝિક અને ગેમ્સ સહિતની અનેક પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓના પરસ્પર સંબંધો મજબૂત કરવા અને ટીમ વર્કની ભાવના જાગૃત કરવાનો હતો. આ પ્રસંગે મહિલા શાખાના કિરણ ચોકડિકા, ઇન્દ્ર અગ્રવાલ, નિહારિકા અગ્રવાલ, પ્રિયંકા અગ્રવાલ, સ્મિતા અગ્રવાલ, નીલુ અગ્રવાલ, રીના સુલતાનિયા સહિત અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.



