એમ કે મ્યુઝિકલ ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં મનોરંજન પુરુ પડાયુ

એમ કે મ્યુઝિકલ ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમ માં મનોરંજન પુરુ પડાયુ
એમ કે મ્યુઝિકલ ગ્રુપ સુરત દ્વારા નાનપુરા પંચ પ્રેરિત સ્વ.કૈલાશબેન જોશી વૃદ્ધાશ્રમ માં ગીત સંગીતનો અને સાથે નૃત્યના કાર્યક્રમ યોજી આશ્રમમાં રહેતા મોસ્ટ સિનિયર સિટીઝન વ્યક્તિઓને હસાવ્યા અને નંચાવ્યા .આ કાર્યક્રમના મુખ્ય દાતા શ્રી હેમંતભાઈ ફિટર હતા.આ સંગીતમય કાર્યક્રમને માણવા માટે વૃદ્ધાશ્રમના પ્રમુખ શ્રી જયંતીભાઈ લાપસીવાલા અને સમસ્ત પંચના ખજાનચી શ્રી દીપકભાઈ અનાજવાળા ઉપસ્થિત રહ્યા હતા. એમ કે ગ્રુપ ના 20 સભ્યો દ્વારા ૪૦ ગીતો રજૂ થયા હતા અને તે ગીતો સાંભળી આશ્રમના રહેતા સિનિયર સિટીઝન હસ્યા, રડ્યા અને નાચ્યા પણ હતા. આ કાર્યક્રમનું સંચાલન અરુણ પાનવાલા તથા પરેશ ભાટિયાએ કર્યું વ્યવસ્થા હિતેન્દ્ર શેઠ એ સંભાળી અને કાર્યક્રમના અંતે પંકજ માંજરાવાળા એ આભાર વિધિ કરી કાર્યક્રમનો સમાપન કર્યું હતું. અને ગ્રુપ ના સભ્યો આશ્રમ માં દરેક રૂમ ની વ્યવસ્થા નિહાળી અને ત્યાં રહેતા વૃદ્ધોને મળ્યા હતા અને વૃધ્ધાશ્રમ ને આર્થિક સહાય પણ કરી હતી.



