દેશ

કેરળમાં બોટ પલટતા મોટી દુર્ઘટના, ડૂબવાથી 15થી વધુ લોકોના મોત, 40 લોકો હતા સવાર

  • કેરળમાં બોટ પલટતા મોટી દુર્ઘટના, ડૂબવાથી 15થી વધુ લોકોના મોત, 40 લોકો હતા સવાર
    કેરળના મલપ્પુરમ જિલ્લાના તનુર પાસે એક પ્રવાસી બોટ પલટી જતાં 15 લોકોના મોત થયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. દુર્ઘટના સમયે બોટમાં લગભગ 40 લોકો સવાર હતા. પાપ્ત માહિતી મુજબ કેરળના મલપ્પુરમ જિલ્લામાં થયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક 15 થઈ ગયો છે.
    કેરળના મલપ્પુરમ જિલ્લામાં મુસાફરોથી ભરેલી બોટ નદીમાં પલટી ગઈ છે. આ બોટમાં લગભગ 40 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં 15 જેટલા લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો હજુ પણ નદીમાં લાપતા છે. નદીમાં ગુમ થયેલા લોકોને શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
    મળતી માહિતી મુજબ, પુરાપુઝા નદી પર થુવલ થેરમ પર્યટન સ્થળ પર સાંજે લગભગ 7 વાગ્યે એક પ્રવાસી બોટ પલટી ગઈ હતી. પ્રવાસી બોટમાં ઘણા બાળકો સવાર હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ઘટનાસ્થળે રેસ્ક્યુ ટીમ ઉપરાંત ઘણા માછીમારો અને સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં લાગેલા છે. નદીમાંથી 10 લોકોને સુરક્ષિત બહાર કાઢવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે.
    વડાપ્રધાન મોદીએ કેરળ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે તેમજ વડાપ્રધાને અકસ્માતમાં મૃત્યું થયેલ લોકોના પરિવારજનોને પીએમ રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
    00000

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button