કારકિર્દી

સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને બારડોલીની બી.એ.બી.એસ. હાઈસ્કુલમાં ૨૩મી ઓગસ્ટ-રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી

સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને બારડોલીની બી.એ.બી.એસ. હાઈસ્કુલમાં ૨૩મી ઓગસ્ટ-રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી

સ્પેસ ડેને અનુરૂપ રંગોળી, વેશભૂષા, મોડેલ અને અટલ ટિંકરિંગ લેબના સાધનોનો ઉપયોગ કરી કૃતિ પ્રદર્શન યોજાયું
૨૩મી ઑગસ્ટ, ૨૦૨૩નો દિવસે ચંદ્ર પર ઉતરનાર ભારત વિશ્વનો ચોથો અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં ઉતરનાર સૌપ્રથમ દેશ બન્યો હતો. આ ઐતિહાસિક સિદ્ધિને સન્માન આપવા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ તા.૨૩ ઑગસ્ટને ‘રાષ્ટ્રીય અવકાશ દિવસ’ તરીકે ઘોષિત કર્યો હતો. દર વર્ષે આ દિવસ ભારતની વૈજ્ઞાનિક શક્તિ, ટેક્નોલોજીકલ પ્રગતિ અને યુવા પેઢીના સપનાઓને પાંખો આપતો અવસર બને છે. જેના ભાગરૂપે સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તથા બારડોલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત બી.એ. બી.એસ. હાઈસ્કુલ દ્વારા નેશનલ સ્પેસ ડે ની ઉજવણી બારડોલી સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ અંતરિક્ષ અને વિજ્ઞાન વિશે વિસ્તૃત જાણકારીનું આદાનપ્રદાન કર્યું હતું.
વિદ્યાર્થીઓ દ્વારા સ્પેસ ડેને અનુરૂપ રંગોળી, વેશભૂષા, મોડેલ અને અટલ ટિંકરિંગ લેબના સાધનોનો ઉપયોગ કરી કૃતિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોલાર્ડ કંપની દ્વારા ડોમમાં 3D ફિલ્મના માધ્યમથી અવકાશી સફર યોજાઈ હતી. સાંસદશ્રી અને મહેમાનોએ 3D ફિલ્મ, મોડેલ અને કૃતિ રસપૂર્વક નિહાળી શિક્ષકો-વિદ્યાર્થીઓએ નેશનલ સ્પેસ ડે ની શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે શાળાના ભૂતપુર્વ વિદ્યાર્થીઓ ડૉ. અપૂર્વ પટેલ ઈસરોની વિજ્ઞાન ક્ષેત્રે હરણફાળ સાથે દેશ સેવા વિષે સમજ આપી હતી અને અવકાશ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. કવિ તેમજ નિવૃત્ત પ્રિન્સીપાલ મનસુખભાઈ નારિયા, બારડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ, બારડોલી સંગઠન પ્રમુખ અનંત જૈન, ન.પા. ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, નગરસેવકો, શાળા મંત્રી ડૉ. વ્યોમ પાઠક, પ્રિન્સીપાલ, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિધાર્થીઓ હાજર રહ્યાં હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button