ગુજરાત

શ્રીમતી ગંગાબેન પાટીલના જન્મદિનની જરૂરિયાતમંદ લોકો, દિવ્યાંગજનોને મદદ સાથે સેવાસભર ઉજવણી

શ્રીમતી ગંગાબેન પાટીલના જન્મદિનની જરૂરિયાતમંદ લોકો, દિવ્યાંગજનોને મદદ સાથે સેવાસભર ઉજવણી

દિવ્યાંગજનોને ૧ ઈ-સાયકલ અને ૩ ટ્રાયસિકલ તેમજ નવી સિવિલને અને તબીબો ગોલ્ફ કાર્ટ અર્પણ કરાઈ

નવનિયુક્ત ૩ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટસ અને ૨૦૦ સ્ટાફ નર્સને રાષ્ટ્રધ્વજ આપી આવકાર સહ સન્માન કરાયું

દર વર્ષે પાટીલ પરિવાર દ્વારા પરિવારના સભ્યોના જન્મદિનની ઉજવણી દર્દીઓ, જરૂરિયાતમંદ નાગરિકોને સહાય આપીને કરવામાં આવે છે

કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી. આર. પાટીલના ધર્મપત્ની શ્રીમતી ગંગાબેન પાટીલના જન્મદિન નિમિત્તે તેમના નિવાસ્થાને દિવ્યાંગજનોને ૧ ઈ-સાયકલ અને ૩ ટ્રાયસિકલ તેમજ દર્દીઓ અને તબીબો તેમજ કર્મચારીઓને સિવિલ હોસ્પિટલના હાડકા વિભાગ ઓ.પી.ડી.થી ફિઝિયોથેરાપી- કસરત વિભાગ સુધી જવા માટે ગોલ્ફ કાર્ટ અર્પણ કરવામાં આવી હતી. ઉપરાંત, GPSC દ્વારા નિમણૂંક પામેલા નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ સર્વશ્રી જિગીષા શ્રીમાળી, નિરજા પટેલ, સ્ટેફી ક્રિશ્ચિયન તેમજ નવી સિવિલમાં નવનિયુક્ત ૨૦૦ સ્ટાફ નર્સને રાષ્ટ્રધ્વજની ફોટોફ્રેમ આપી આવકાર સહ સન્માન કરાયું હતું.

રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં ૧૯૦૩ નર્સિંગ સ્ટાફ તેમજ ૧૬ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટસની ભરતી કરવામાં આવી છે, જે પૈકી ૨૦૦ સ્ટાફ નર્સ તેમજ 3 નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની સુરત સિવિલમાં ભરતી થતા મહિલા સશક્તિકરણ અને રોજગારી, શિક્ષિત અને ઉચ્ચ આરોગ્ય તાલીમપ્રાપ્ત નર્સિસના કારણે સિવિલ હોસ્પિટલની આરોગ્યલક્ષી સેવાઓ વધુ ઉત્કૃષ્ટ બનશે. જે બદલ ૨૦૦ સ્ટાફ નર્સનું સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

દિવ્યાંગોએ ગંગાબેન તેમજ પાટીલ પરિવારનો ટ્રાયસિકલની ભેટ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. દરેક વોર્ડની હેડ નર્સ, સિવિલ આરોગ્ય તંત્ર અને તબીબી સ્ટાફે ગંગાબેનને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી.

નોંધનીય છે કે, ગંગાબેનના જન્મદિને દર વર્ષે સિવિલમાં ફ્રુટ વિતરણ, ધાત્રી માતાઓ અને નવજાત બાળકોને કીટ, બાળકોને છત્રી અને રમકડાંની ભેટ આપવામાં આવે છે. ‘જનસેવા એ જ પ્રભુસેવા’ ના ભાવથી જનસેવાને વરેલા પાટીલ પરિવારે ગત વર્ષે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી બેલ્ટની હોસ્પિટલોમાં સાડી અને પોષણ કીટ વિતરણ કરાયું હતું. શ્રી સી.આર.પાટીલના કાર્યાલય દ્વારા કેન્સરના દર્દીઓને આર્થિક સહાય આપી આ ગંભીર બીમારી ધરાવતા દર્દીઓને આર્થિક હૂંફ પૂરી પાડવામાં આવે છે. રક્તદાન કેમ્પો, કોવિડ કાળ અને ત્યારબાદ સોનોગ્રાફી મશીન સહિતના અદ્યતન સાધનો એમ્બ્યુલન્સ જેવી આરોગ્ય સુવિધાઓ આપી છે. જે દર્દીઓને અતિ ઉપયોગી થઈ રહ્યા છે.

ખાસ કરીને વર્ષ દરમિયાન તેમજ તહેવારોમાં પણ રક્તદાન કેમ્પો યોજવામાં આવે છે, ઉપરાંત ઈમરજન્સીમાં જરૂરિયાતમંદોને રક્તની જરૂર પડે ત્યારે યુથ ફોર ગુજરાત અને છોટુભાઈ પાટીલની ટીમના સ્વયંસેવકો રક્ત આપી જાય છે તેમજ દિવ્યાંગજનોને અવારનવાર મદદરુપ થાય છે. તેમના કાર્યાલય પર આશા લઈને ગયેલો વ્યક્તિ ક્યારેય નિરાશ થઈને પાછો ફરતો નથી.

આ પ્રસંગે શહેર સંગઠન પ્રમુખશ્રી પરેશ પટેલ, છોટુભાઈ પાટીલ, યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જિજ્ઞેશ પટેલ, મેડિકલ ફેકલ્ટી ડીન ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ, સરકારી મેડિકલ કોલેજના ઇન્ચાર્જ અધિક્ષક અને ટીબી, ચેસ્ટ વિભાગના વડા ડો.પારૂલ વડગામા, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા, T&TV નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ કિરણ દોમડિયા સહિત સ્ટાફ નર્સ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button