મુન્દ્રા પેટ્રોકેમ લિમિટેડ નવીનતા અને ગુણવત્તામાં દીવાદાંડી તરીકે ઉભરી આવી

મુન્દ્રા પેટ્રોકેમ લિમિટેડ નવીનતા અને ગુણવત્તામાં દીવાદાંડી તરીકે ઉભરી આવી
નેશનલ ક્વોલિટી કન્વેન્શનમાં અસરદાર પ્રેઝન્ટેશન
મુન્દ્રા પેટ્રોકેમ લિમિટેડે (MPL) નવીનતા અને ગુણવત્તાની બાબતોમાં લીધેલા શ્રેષ્ઠ પગલાંઓને કારણે દીવાદાંડી તરીકે ઉભરી આવી છે. MPLના દૂરદર્શી અભિગમે પેટ્રોકેમિકલ ઉત્પાદનમાં સલામતી અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરતા શ્રેષ્ઠ ગુણવત્તાના ધોરણો નક્કી કર્યા છે. તાજેતરમાં નેશનલ ક્વોલિટી કન્વેન્શનમાં MPLની ટીમે ઇન્સ્ટિટ્યુશન ઑફ એન્જિનિયર્સ (INDIA) દ્વારા આયોજિત 3જા રાષ્ટ્રીય ગુણવત્તા સંમેલનમાં કુશળતા અને આંતરદૃષ્ટિનો પરિચય કરાવ્યો હતો.
નેશનલ ક્વોલિટી કન્વેન્શનમાં MPL દ્વારા “મેગા સ્કેલ પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ્સ માટે ક્વોલિટી પ્લાનિંગ” ટેકનિકલ પેપર રજૂ કરી ઉચ્ચત્તમ ગુણવત્તાના ધોરણો અને તેના ફાયદાઓ દર્શાવ્યા હતા. MPL ની ટીમે શ્રેષ્ઠ પરિણામો માટે કોસ્ટ ઓફ પુઅર ક્વોલિટી (CoPQ) સામે સારી ગુણવત્તાની કિંમત (CoGQ)ને સંતુલિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો, તેમજ ગુણવત્તાની કિંમત (CoQ) જેવી નિર્ણાયક વિભાવનાઓનો અભ્યાસ કર્યો હતો. MPLના પ્રેઝન્ટેશનમાં અપ્રતિમ ગુણવત્તાના ધોરણોને સુનિશ્ચિત કરવા ઝીણવટભરી વ્યૂહરચના પર દર્શાવવામાં આવી હતી.
અદાણી ગ્રૂપ સંચાલિત મુન્દ્રા પેટ્રોકેમ લિમિટેડે ઉદ્યોગને મજબૂત ગુણવત્તાયુક્ત આયોજનની પરિવર્તનકારી સંભવિતતા માટે એક શક્તિશાળી સંદેશ આપ્યો હતો. ISRO અને DRDOના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો સહિત સહભાગીઓ સાથે સંરચિત નિરિક્ષણ પ્રવૃત્તિઓ અને સંસાધનોની કાર્યક્ષમ ફાળવણી પર ભાર મૂકયો હતો. આ સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન સલામતી અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે MPLની પ્રતિબદ્ધતાને અસરકારક રીતે રજૂ કરવામાં આવી હતી.
MPL ગુણવત્તાયુક્ત આયોજન પ્રત્યેની પ્રતિબદ્ધતા પેટ્રોકેમિકલ ઉદ્યોગમાં માર્ગદર્શક તરીકે ઉભરી આવી છે. નવીનતા અને ટકાઉપણામાં નિશ્ચિતપણે મૂળ ધરાવતા વિઝન સાથે MPL ધોરણોને ફરીથી નિર્ધારિત કરવાનું જારી રાખશે અને આગામી પેઢીને પ્રેરણારૂપ થશે.