ડુમસ બીચ પર માય ભારત કોસ્ટલ ક્લિનીંગ ડ્રાઈવ કાર્યક્રમ
કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયની સચિવ શ્રીમતી મિતા રાજીવલોચન ૫૦૦ યુવાઓ સાથે ડુમસ બીચ પર સ્વચ્છતા ઝુંબેશમાં જોડાઈ.
તારીખ: ૨જી ઓકટોબર ૨૦૨૪ સ્થળ ડુમસ બીચ, ચોર્યાસી તાલુકો નહેરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા આયોજિત ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન અંતર્ગત, મહાત્મા ગાંધીજીની ૧૫૫મી જન્મજયંતી નિમિત્તે, સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીમાં, સ્વચ્છતા પખવાડિયાના અંતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રીમતી મિતા રાજીવલોચન, જીલ્લા યુવા અધિકારી શ્રી સચિન શર્મા સહિત અન્ય ઉપસ્થિત લોકો સાથે મળીને, સહયોગના માધ્યમથી સ્વચ્છતાના મહત્ત્વને ઉજાગર કરતાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનના ભાગરૂપે સ્વચ્છતા અંગે શપથ લીધા.
આ કાર્યક્રમમાં સૌએ પૂજ્ય ગાંધીજીને સ્વચ્છાંજલિ અર્પણ કરી, દેશભરમાં સ્વચ્છતાના પ્રત્યે જાગૃતતા વધારવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.