કૃષિ

અદાણી ફાઉન્ડેશન, ખેતીવાડી વિભાગ અને આગાખાન નેત્રંગના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી

અદાણી ફાઉન્ડેશન, ખેતીવાડી વિભાગ અને આગાખાન નેત્રંગના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી

દહેજ, ભરુચ: રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી દરવર્ષે અદાણી ફાઉન્ડેશન, દહેજ દ્વારા ખેડૂતો સાથે કરવામાં આવે છે. આ વર્ષની ઉજવણી બે અલગ અલગ કાર્યક્રમો સાથે ખેડૂતોને તાલીમ અને ખેતી વિકાસની સહાય સાથે એકેઆરએસપી, નેત્રંગ, તાલુકા ખેતીવાડી વિભાગ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી કરવામાં આવી હતી. આ બે કાર્યક્રમનો લાભ લગભગ 300 સક્રિય ખેડૂતોએ લીધો હતો એ પૈકી ૭૦ જેટલી મહિલા ખેડૂત પણ હતી. શેરડીના પાકમાં આધુનિકતા અપનાવી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઈ રીતે મેળવી શકાય એ વિશેની તાલીમ કેવીકેના કૃષિ વૈજ્ઞાનિક લલીત પાટીલએ આપી હતી. કેવીકે દ્વારા ખેડૂતને બિયારણ, સેપ્લિંગ અને પાકના ઈન્પુટ વિતરિત કરાયા હતા.

અદાણી ફાઉન્ડેશન દ્વારા આગાખાન સંસ્થા સાથે મળીને ખેડૂતોને જૈવિક ખેતીની તાલીમ નિષ્ણાત રમણીકભાઈએ આપી હતી. જૈવિકિ ખેતી વિકસાવવા માટે જરૂરી એવા જીવામૃત, વિજામૃત, જૈવિક કોમ્પોસ્ટ વગેરેને બનાવવાની રૂબરૂ તાલીમ આપવામાં આવી હતી. હાજર ખેડૂતોને ૨૪૦૦૦ જેટલા શાકભાજીના નાના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાનકડા કવચિયા ગામના જય અંબે સખી મંડળના ૧૦ સભ્યોને વર્મીકોમ્પોસ્ટ બનાવવામાં માટે જરૂરી બેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસગે અદાણી ફાઉન્ડેશન દહેજના સીએસઆર હેડ ઉષાબેન મિશ્રા, AKRSPના નિતેશભાઈ અને તેમની ટીમ, FPO પ્રમુખ જસવંતભાઈ વસાવા, નેત્રંગના ગ્રામ સેવક, ભરતભાઇ વસાવા હાજર રહ્યા હતા. કિસાન દિન નિમિત્તે ખેડૂતોને કિસાન દિવસનું મહત્વ, કૃષિમાં નવા નવા સંશોધનો તેમજ પ્રાકૃતિક ખેતી નું મહત્વ વગેરે પ્રવૃત્તિઓ પર ચર્ચા કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button