ઉનની ૧૨ વર્ષીય કિશોરીને પ્રેમજાળમાં ફસાવી જયપુર ભગાડી જવાના કેસમાં પાડોશીને ૧૦ વર્ષની કેદની સજા

ઉનની ૧૨ વર્ષીય કિશોરીને પ્રેમજાળમાં ફસાવી જયપુર ભગાડી જવાના કેસમાં પાડોશીને ૧૦ વર્ષની કેદની સજા
ઉન ખાતે 12 વર્ષીય કિશોરીને યુવકે કિશોરીને પ્રેમજાળમાં ફસાવી પ્રેમ જાળમાં ફસાવી રાજસ્થાનના હતી ત્યારબાદ તેણીને અપહરણ કરી જયપુર ખાતે ભગાડી જવાના ગુનામાં રાજસ્થાન ખાતે બગાડી ગયો હતો. સંડોવાયેલા આરોપીને કોર્ટે 10 વર્ષની સખત કેદની સજા અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો. સરકારી વકીલ દિપેશ દવેએ દલીલો કરી હતી.
ઉન ખાતે રહેતા મુસ્લિમ પરિવારની 12 વર્ષીય કિશોરી સ્કૂલેથી ગુમ થઈ ગઈ હતી. પરિવારે તપાસ કરતા તેની કોઈ ભાળ મળી આવી ન હતી. પરિવારે પોલીસને જાણ કરતા સચિન જીઆઇડીસી પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે
ત્યાં કિશોરી સાથે શારીરિક છેડછાડ કર્યા હોવાનો પણ આક્ષેપ થયો હતો. આ અંગે સચિન જીઆઈડીસી પોલીસે
અપહરણ અને પોકસોનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીની ધરપકડ કરી હતી. આ કેસ સુરત કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને અપહરણ કરવાના કેસમાં ૧૦ વર્ષની સજાનો હુકમ ફરમાવ્યો હતો. જ્યારે પોકસોના ગુનામાં આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂક્યો હતો.
નોંધનીય છે કે, ચુકાદો જાહેર કર્યો તે સમયે આરોપી ગેરહાજર હતો. આરોપી સામે સજાના અમલીકરણ માટેનું જરૂરી વોરંટ ઈસ્યુ કરવાનો પણ હુકમ સ્પેશીયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ(પોક્સો)ના જજ શકુન્તલા સોલંકીએ ફરમાવ્યો હતો.
પોક્સોના ગુનામાં આરોપી પાડોશીને શંકાનો લાભ આપી છોડી મૂક્યો હતો, હુકમ સમયે આરોપી ગેરહાજર રહેતા વોરંટ જારી કરાયું