નિસાન મોટર ઇન્ડિયા એ મેગ્નાઈટ પર નવા આકર્ષક ફાઇનાન્સ ઓફરની જાહેરાત કરી

નિસાન મોટર ઇન્ડિયા એ મેગ્નાઈટ પર નવા આકર્ષક ફાઇનાન્સ ઓફરની જાહેરાત કરી
ગુરુગ્રામ, ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૬: નિસાન મોટર ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (એનએમઆઈપીએલ) એ આજે નિસાન રેનો ફાઈનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ (એનઆરએફએસઆઈ) મારફતે વધુ સ્પર્ધાત્મક રિટેલ ફાઇનાન્સ સ્કીમની જાહેરાત કરી છે. આ સ્કીમ હેઠળ તમામ સિબિલ ગ્રાહકોને ૫.૫૫ ટકા થી શરૂ થતા નીચા વ્યાજ દર (આરઓઆઈ) પર ૧૦૦ ટકા સુધી ઑન-રોડ ફંડિંગ મળશે. આ સ્કીમથી નિસાન મેગ્નાઈટ ખરીદવી હવે પહેલાં કરતાં વધુ સસ્તી બનશે.
ગ્રાહકો માટે બચત સાથે ઉદ્યોગમાં આપના તરફથી સૌથી નીચો વ્યાજ દર
આ સ્કીમ હેઠળ ગ્રાહકો ૫.૫૫ ટકાની પ્રારંભિક આરઓઆઈ સાથે પાંચ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકશે. અગ્રણી બેંકો સાથેના તુલનાત્મક અભ્યાસ મુજબ એનઆરએફએસઆઈ મારફતે લોન લેવા પર ઈએમઆઈમાં નોંધપાત્ર લાભ મળશે. ગ્રાહકોને વધુ મૂલ્ય અને લવચીકતા આપવા માટે રચાયેલ આ નવી સ્કીમ સ્પર્ધાત્મક વ્યાજ દર, ડિજિટલ સુવિધા અને આકર્ષક ચુકવણી વિકલ્પો સાથે ગ્રાહક કેન્દ્રિત મોબિલિટી સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે નિસાનની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આકર્ષક વ્યાજ દરો ઉપરાંત એનઆરએફએસઆઈ મારફતે ૧૦૦ ટકા સુધી ઑન-રોડ ફંડિંગ મળશે, જેમાં વાહનની કિંમત, રજીસ્ટ્રેશન, ઇન્શ્યોરન્સ અને અન્ય ચાર્જિસ સામેલ છે. આથી ગ્રાહકો ઓછા આર્થિક ભાર સાથે પોતાની નિસાન મેગ્નાઈટ ઘરે લઈ જઈ શકશે.
ગ્રાહકોને વ્યાપક લાભ
આ સ્કીમમાં આકર્ષક વ્યાજ દર ઉપરાંત અનેક વેલ્યુ-એડેડ લાભો મળશે:
* ૭ વર્ષ સુધીની લોન અવધિ
* ૨૪ મહિના બાદ લોન ફોરક્લોઝર પર કોઈ વધારાનો ચાર્જ નહીં
* પાર્ટ-પેમેન્ટ સુવિધા ઉપલબ્ધ
* સંપૂર્ણપણે ડિજિટલ લોન પ્રક્રિયા (કેવાયસી અને આરટીઓ ફોર્મ્સ સિવાય)
* પ્રાથમિકતા આધારીત લોન પ્રક્રિયા
* ૨૪ કલાક વોટ્સએપ ચેટબોટ અને સમર્પિત કસ્ટમર કેર
* જરૂરિયાત મુજબ ફાઇનાન્સિંગ વિકલ્પ
* લોયલ્ટી લાભ
* એનઆરએફએસઆઈ મારફતે ફાઇનાન્સ કરનાર ગ્રાહકોને ૨૨,૦૦૦ રૂપિયા સુધીનો વધારાનો લાભ
* નિસાનના હાલના લોયલ્ટી ગ્રાહકોને એનઆરએફએસઆઈ ફાઇનાન્સ પસંદ કરવા પર ખાસ એડ-ઓન લાભ
માર્ચ ૨૦૨૬ ના અંત સુધી નિસાન મેગ્નાઈટનું બુકિંગ કરાવનાર ગ્રાહકો આ આકર્ષક લોન ઓફરનો લાભ લઈ શકશે.
વધુ માહિતી માટે કૃપા કરીને મુલાકાત લો: www.nissan.in



