Uncategorized

નિસાન મોટર ઇન્ડિયાએ પોલીસ અને અર્ધસૈનિક દળોને વિશેષ લાભ આપવા માટે કેન્દ્રીય પોલીસ કલ્યાણ ભંડાર સાથે હાથ મિલાવ્યો

નિસાન મોટર ઇન્ડિયાએ પોલીસ અને અર્ધસૈનિક દળોને વિશેષ લાભ આપવા માટે કેન્દ્રીય પોલીસ કલ્યાણ ભંડાર સાથે હાથ મિલાવ્યો
ગુરુગ્રામ : નિસાન મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (એનએમઆઈપીએલ) એ આજે ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળની કલ્યાણકારી પહેલ ‘કેન્દ્રીય પોલીસ કલ્યાણ ભંડાર’ (કેપીકેબી) સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી દ્વારા પોલીસ અને અર્ધસૈનિક દળોના હાલના તેમજ નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે કાર ખરીદવાની પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવશે. આ ભાગીદારી દેશના સુરક્ષા દળો પ્રત્યે નિસાન મોટર ઇન્ડિયાના સન્માનને દર્શાવે છે. સાથે સાથે વિશ્વસનીય સંસ્થાગત ભાગીદારી દ્વારા મૂલ્યવાન સેવાઓ આપવા માટે કંપનીની પ્રતિબદ્ધતાનું પણ પ્રતિબિંબ છે.
આ ભાગીદારી હેઠળ કેપીકેબી સાથે જોડાયેલા લાભાર્થીઓને ન્યુ નિસાન મેગ્નાઈટ પર અન્ય ગ્રાહકોને મળતા તમામ લાભ ઉપરાંત વિશેષ લાભો આપવામાં આવશે. ભારતભરમાં નિસાનની તમામ ડીલરશિપ પર આ લાભ મેળવી શકાય છે. તમામ લાભો સિવાય 5.55% ની નીચી વ્યાજદરે આકર્ષક ફાઇનાન્સ ઓફર આપવામાં આવશે, જેના કારણે ગ્રાહકો માટે નિસાનની કાર ખરીદવી વધુ સસ્તી અને સરળ બનશે. ખાસ સન્માન રૂપે નિસાને ન્યૂ નિસાન મેગ્નાઇટ પર કેપિકેબી લાભાર્થીઓને 3 વર્ષનો વધારાનો પ્રીપેઇડ મેન્ટેનન્સ પ્રોગ્રામ પણ મફતમાં આપવાની ઓફર કરી છે.
આ ભાગીદારી અંગે નિસાન મોટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સૌરભ વત્સએ જણાવ્યું કે, “નિસાન મોટર ઇન્ડિયામાં અમે દેશની સેવા અને સુરક્ષા કરનારાઓ પ્રત્યે ખૂબ આદર રાખીએ છીએ. કેન્દ્રીય પોલીસ કલ્યાણ ભંડાર સાથેની ભાગીદારી આપણા સુરક્ષાદળોને સુરક્ષિત, વિશ્વસનીય અને ઉચ્ચ ગુણવત્તાવાળા મોબિલિટી સોલ્યુશન્સ આપવા માટેની અમારી જવાબદારી અને પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. આ વિશેષ લાભો અને ફાઇનાન્સ વિકલ્પો દ્વારા અમને દેશભરના કેપિકેબી લાભાર્થીઓ અને તેમના પરિવારજનોને વધુ મૂલ્ય આપવાનો ગર્વ છે.”
નિસાન મેગ્નાઈટની સતત સફળતાએ કંપનીના વિકાસ માટે મજબૂત પાયો તૈયાર કર્યો છે અને હવે અઓલ ન્યુ નિસાન ગ્રેવાઈટ નું લોન્ચિંગ કંપનીના વધતા પોર્ટફોલિયોની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. મજબૂત એક્સચેન્જ ઇકોસિસ્ટમ અને નવી પ્રોડક્ટ સ્ટ્રેટેજી સાથે નિસાન મોટર ઇન્ડિયા દેશમાં પોતાના પુનરુત્થાનને ગતિ આપવા અને ગ્રાહકોને વધુ મૂલ્ય આપવાની દિશામાં સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. કેપીકેબી સાથેની આ ભાગીદારી દ્વારા નિસાને તે બહાદુર સુરક્ષાદળોના જીવન પર સકારાત્મક અને અર્થપૂર્ણ અસર પાડવાની પોતાની પ્રતિબદ્ધતા વધુ મજબૂત કરી છે, જે નિસ્વાર્થ ભાવથી દેશની સેવા અને સુરક્ષા કરે છે.
વધુ માહિતી માટે મુલાકાત લો: www.nissan.in

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button