નિસાન મોટર ઇન્ડિયાએ ડિસેમ્બર, 2025માં કુલ 15,372 યુનિટ્સનું વેચાણ કર્યું, મજબૂત નિકાસના કારણે વેચાણને મળી ગતિ, વ્યૂહાત્મક તેજી સાથે 2025 પૂર્ણ

નિસાન મોટર ઇન્ડિયાએ ડિસેમ્બર, 2025માં કુલ 15,372 યુનિટ્સનું વેચાણ કર્યું, મજબૂત નિકાસના કારણે વેચાણને મળી ગતિ, વ્યૂહાત્મક તેજી સાથે 2025 પૂર્ણ
ગુરુગ્રામ, 5 જાન્યુઆરી, 2026: નિસાન મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (એનએમઆઈપીએલ) એ ડિસેમ્બર, 2025માં નિકાસ ક્ષેત્રે અણધાર્યા ઉત્તમ પ્રદર્શન સાથે 2025ની સફર શાનદાર રીતે પૂર્ણ કરી છે. ડિસેમ્બરમાં કંપનીએ 13,470 કારની નિકાસ કરી, જે છેલ્લા 10 વર્ષોમાં એક જ મહિનામાં થયેલ સૌથી વધુ નિકાસ આંકડો છે. ડિસેમ્બરમાં ઘરેલું બજારમાં 1,902 કારના વેચાણ સાથે, ડિસેમ્બર, 2025માં કુલ વેચાણ 15,372 કારનું રહ્યું. આ આંકડો ‘મેડ-ઇન-ઇન્ડિયા’ નિકાસને લઈને નિસાનની વિકાસ વ્યૂહરચનાની મજબૂતી દર્શાવે છે.
વેચાણના આંકડાઓ પર ટિપ્પણી કરતાં નિસાન મોટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સૌરભ વત્સે કહ્યું,
‘વર્ષ 2025 નિસાન મોટર ઇન્ડિયા માટે કન્સોલિડેશનનું વર્ષ રહ્યું. આ દરમિયાન નવી નિસાન મેગ્નાઇટના દમ પર ડિસેમ્બર, 2025માં કંપનીએ સતત ઘરેલું વેચાણ અને રેકોર્ડ નિકાસના આંકડાને સ્પર્શ કર્યો. ગયા વર્ષે ઑક્ટોબરમાં ડિઝાઇન ડીપ-ડાઇવ તથા નિસાન ટેક્ટોન સી-એસયુવીના નામની જાહેરાત અને ડિસેમ્બરમાં નિસાન ગ્રેવાઇટની ઝલક સાથે અમે વિકાસના નવા તબક્કા તરફ પગલું ભર્યું. આ સ્પષ્ટ રીતે ભારતમાં અમારા પ્રોડક્ટ-લેડ રિસર્જન્સ (ઉત્પાદન આધારિત પુનરુત્થાન)નું સંકેત છે. 2026ની શરૂઆતમાં વધુ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત પ્રોડક્ટ ઓફેન્સિવ અને નિસાનની વૈશ્વિક વ્યૂહરચનામાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા સાથે, અમારી ટીમ અને અમારા ડીલર પાર્ટનર્સ એવા વિશ્વ-સ્તરીય અને મેડ-ઇન-ઇન્ડિયા પ્રોડક્ટ્સ ડિલિવર કરવા તૈયાર છે, જે ભારતીય ગ્રાહકો સાથે ઊંડો જોડાણ સ્થાપિત કરે છે.’
નિસાન મોટર ઇન્ડિયા પોતાની મજબૂત પ્રોડક્ટ લાઇન-અપ સાથે વિકાસના આગામી તબક્કામાં પ્રવેશી રહી છે. આ લાઇન-અપ ભારતીય ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ તૈયાર કરવામાં આવી છે અને વૈશ્વિક ધોરણોને અનુસરે છે. નવી રેન્જની શરૂઆત 21 જાન્યુઆરી, 2026ના રોજ ઑલ ન્યૂ ગ્રેવાઇટ 7-સીટર બી-એમપીવીના લોન્ચ સાથે થશે. ત્યારબાદ 4 ફેબ્રુઆરી, 2026ના રોજ વૈશ્વિક સ્તરે નિસાન ટેક્ટોન 5-સીટર સી-એસયુવીની ઝલક રજૂ કરવામાં આવશે. 2027માં 7-સીટર સી-એસયુવી લોન્ચ કરવાની યોજના છે. આથી હાઈ ગ્રોથ સેગમેન્ટમાં નિસાનની હાજરી વધુ મજબૂત થશે. તમામ આવનારા પ્રોડક્ટ્સ મેડ-ઇન-ઇન્ડિયા હશે. જેમાંથી નિસાન ટેક્ટોન અને 7-સીટર સી-એસયુવીને નિસાનની ‘વન કાર, વન વર્લ્ડ’ ફિલોસોફી હેઠળ પસંદગીના વૈશ્વિક બજારોમાં નિકાસ પણ કરવામાં આવશે.
પોતાના વધતા પોર્ટફોલિયોને સપોર્ટ કરવા માટે નિસાન મોટર ઇન્ડિયા દેશભરમાં પોતાની ડીલરશિપ અને આફ્ટરસેલ નેટવર્ક વિસ્તારી રહી છે. કંપનીએ નાણાકીય વર્ષ 2027ના અંત સુધી કુલ શોરૂમ્સની સંખ્યા 250 સુધી પહોંચાડવાની યોજના બનાવી છે. આથી પહોંચ વધશે, સર્વિસમાં સુધારો થશે અને દેશભરમાં ગ્રાહકોનો અનુભવ વધુ સરળ બનશે. આ વિસ્તરણની દિશામાં આગળ વધતાં કંપનીએ તાજેતરમાં કાંગડા (હિમાચલ પ્રદેશ) અને હોશિયારપુર (પંજાબ)માં નવા અદ્યતન 3એસ સેન્ટર્સનું ઉદ્ઘાટન કર્યું છે.
નિકાસ નિસાન મોટર ઇન્ડિયાના વિકાસમાં સતત મહત્વપૂર્ણ સ્તંભ રહ્યું છે. 2025માં કંપનીએ ભારતમાંથી કુલ 12 લાખ કાર્સની નિકાસનો આંકડો પાર કર્યો છે. મેડ-ઇન-ઇન્ડિયા નવી નિસાન મેગ્નાઇટને 65થી વધુ આંતરરાષ્ટ્રીય બજારોમાં નિકાસ કરવામાં આવી રહી છે. આ નિસાનની ‘વન કાર, વન વર્લ્ડ’ વ્યૂહરચનાની સફળતા અને વૈશ્વિક ઉત્પાદન હબ તરીકે ભારતના મહત્વને દર્શાવે છે.
2020માં લોન્ચ થયા બાદ મેગ્નાઇટે 2025માં 2,00,000 યુનિટ્સના વેચાણનો આંકડો પાર કર્યો છે, જે ભારત તથા અન્ય દેશોમાં તેની જોરદાર માંગનો પુરાવો છે. તેની જીએનસીએપી 5-સ્ટાર સેફ્ટી રેટિંગ, 40થી વધુ સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સ અને ઇન્ડસ્ટ્રીમાં પોતાની જાતની પહેલી 10 વર્ષની વોરંટી સાથે નવી નિસાન મેગ્નાઇટે પોતાની અલગ ઓળખ સ્થાપિત કરી છે. આ સેફ્ટી (સુરક્ષા), રિલાયબિલિટી (વિશ્વસનીયતા) અને લૉંગ ટર્મ ઓનરશિપ વેલ્યુ પર નિસાનના મજબૂત ફોકસને દર્શાવે છે.
નિસાન મોટર ઇન્ડિયા 2026માં પ્રવેશી રહી છે અને સાથે જ કંપની નવીન, સુરક્ષિત અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક મોબિલિટી સોલ્યુશન્સ ડિલિવર કરવાની પોતાની પ્રતિબદ્ધતા પર અડગ છે. આને કંપનીના વધતા પ્રોડક્ટ પોર્ટફોલિયો, મજબૂત ડીલર નેટવર્ક અને ભારતીય ઓટોમોટિવ બજાર પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દ્વારા વધુ બળ મળશે.
વધુ માહિતી માટે કૃપા કરીને www.nissan.in પર મુલાકાત લો.



