સ્વ. રમેશચંદ્ર સંધવીના ૭૪મા જન્મદિને સંધવી પરિવારની માનવતાની સેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ

સ્વ. રમેશચંદ્ર સંધવીના ૭૪મા જન્મદિને સંધવી પરિવારની માનવતાની સેવા
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવીના સ્વ.પિતાના જન્મદિન નિમિત્તે નવી સિવિલ હોસ્પિટલમાં ૧૨૦ બાળકોને સહાય
મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંધવીના પિતા સ્વ. રમેશચંદ્ર ભુરાભાઈ સંધવીના ૭૪મા જન્મદિન નિમિત્તે સંધવી પરિવાર દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે માનવતાભર્યો સેવા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નવી સિવિલ હોસ્પિટલના બાળવિભાગમાં દાખલ ૧૨૦થી વધુ બાળકોને તેમની રોજિંદી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી વિશેષ કીટનું વિતરણ કરવામાં આવી હતી.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીન માતૃશ્રી દેવિયાનીબેન સંઘવી, નેહલ અને હેની રમેશચંદ્ર સંઘવી માનવતાની ઝલક બન્યા છે
બાળકોને આપવામાં આવેલી શૈક્ષણિક કીટ કંપાસ,પેન્સિલ,બેગ તેમજ અન્ય કીટમાં રમકડાં, ફુટ, બિસ્કીટ સહિતની ઉપયોગી તેમજ આનંદદાયક ચીજવસ્તુઓ સામેલ હતી. કીટ હાથમાં લેતાં જ બાળકોના ચહેરા પર આનંદની ઝલક દેખાઈ હતી અને આખા બાળવિભાગમાં ખુશી છવાઈ ગઈ હતી. કેટલાક બાળકોએ રમકડાં સાથે રમતાં તાળીઓ પાડી તો કેટલાકે સ્મિત સાથે પોતાના માતા-પિતાને બતાવી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. સાથે જ બાળકોની માતાઓને સાડી તેમજ શિયાળાને અનુરૂપ બ્લેન્કેટ આપી સંવેદનશીલ અભિગમ દાખવવામાં આવ્યો હતો.
સ્વ. રમેશચંદ્ર ભુરાભાઈ સંધવી ભૂતકાળમાં પણ ભૂકંપ, રેલ દુર્ઘટના જેવા આપત્તિના સમયમાં દર્દીઓ અને જરૂરિયાતમંદોની સેવા માટે હંમેશા અગ્રેસર રહ્યા હતા. લોકસેવા અને માનવ કલ્યાણ તેમની જીવનશૈલીનો અભિન્ન ભાગ રહ્યો હતો.
નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંધવીનો પરિવાર દર વર્ષે વિવિધ તહેવારો અને સ્મરણદિવસોએ નવી સિવિલ હોસ્પિટલના દર્દીઓ સાથે ઉજવણી કરી માનવતાની સુગંધ ફેલાવતો રહ્યો છે, જે સમાજ માટે પ્રેરણારૂપ છે.
આ સેવા કાર્યક્રમ દરમિયાન તબીબી અધિક્ષક ડો. ધારિત્રી પરમાર, આર.એમ.ઓ. ડો. કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા, નર્સિંગ એસોસિએશનના નિલેષ લાઠીયા, સંજય પરમાર, વિભોર ચુગ સહિત નવી સિવિલ હોસ્પિટલના વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ તથા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા



